ભરૂચનું “ગૌરવ” : સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નિપુણતા-કુશળતા ધરાવતા ડો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓ માટે પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

ભરૂચનું “ગૌરવ” : સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નિપુણતા-કુશળતા ધરાવતા ડો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી
New Update

74મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 106 વ્યક્તિઓ માટે પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ પદ્મ પુરસ્કારો એનાયત કરવાની યાદીમાં 7 ગુજરાતીઓના નામ પણ સામેલ છે. પદ્મશ્રી એવોર્ડમાં ભરૂચના ડો. મહેન્દ્ર પાલનો પણ સમાવેશ થતાં સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

પદ્મ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક કાર્યોમાં એનાયત કરવામાં આવે છે. જે સામાન્ય રીતે દર વર્ષે માર્ચ-એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે. જેમાં 6 પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારો દેશના અલગ અલગ શ્રેષ્ઠીઓને એનાયત કરવામાં આવશે. જોકે, આ પદ્મ પુરસ્કારો એનાયત કરવાની યાદીમાં 7 ગુજરાતીઓના નામ પણ સામેલ છે. પદ્મશ્રી એવોર્ડમાં ભરૂચના ડો. મહેન્દ્ર પાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં નિપુણતા અને કુશળતા ધરાવે છે. એટલું જ નહીં, ડો. મહેન્દ્ર પાલ દેશ-વિદેશની વિવિધ કોલેજોમાં પોતાની સેવા આપી ચૂક્યા છે. આ સાથે જ તેઓના માર્ગદર્શન હેઠળ ઘણા વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવી ઉચ્ચસ્તરે ખ્યાતિ મેળવી છે. ડો. મહેન્દ્ર પાલે વિવિધ વિષયોને આવરી લઈ ઘણી પુસ્તકો પણ લખી છે. જેને ધ્યાનમાં રાખી ડો. મહેન્દ્ર પાલની પદ્મશ્રી એવોર્ડ માટે વિશેષ પસંદગી કરવામાં આવી છે. ભરૂચના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડૉ. સુકેતુ દવે અને ડૉ. પ્રતિભા દવેના પિતાશ્રી એવા ડૉ. મહેન્દ્ર પાલે ભરૂચને ઉચ્ચસ્તરે ગૌરવ પ્રદાન કરાવ્યુ છે, ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારવા સાથે તેઓએ ભારત સરકારનો આભાર માની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #pride #Padma Shri award #Dr. Mahendra Pal #Science and Technology #expertise
Here are a few more articles:
Read the Next Article