આજરોજ રમઝાન ઈદના પર્વની અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી
મુસ્લીમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરના ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવવામા આવી હતી.
રમજાન ઈદ નિમિત્તે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. અંકલેશ્વર શહેર તેમજ જીઆઇડીસીમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા. જોકે સંપૂર્ણ શાંતિ અને ભાઈચારાના માહોલ વચ્ચે બંને પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.