પાણીના પોકાર વચ્ચે "નહીં ઝુકેગા ગુજરાત", આગામી 4 મહિના સુધી રાજ્યની તરસ છિપાવી શકે છે સરદાર સરોવર ડેમ

ગુજરાત રાજ્યના જળાશયોમાં 45 ટકા જળસંગ્રહ માત્ર 19 ડેમોમાં જ 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ ગુજરાતના 5 જિલ્લાના 89 ગામોમાં ટેન્કર રાજ

New Update
પાણીના પોકાર વચ્ચે "નહીં ઝુકેગા ગુજરાત", આગામી 4 મહિના સુધી રાજ્યની તરસ છિપાવી શકે છે સરદાર સરોવર ડેમ

ગુજરાત રાજ્યમાં ચોમાસા આડે હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, ત્યારે સિંચાઇ માટે પાણીના પ્રશ્નો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વધુ નહીં સર્જાય તેવું પાણી પુરવઠા વિભાગના રિપોર્ટમાં સામે આવ્યું છે.સરદાર સરોવર ગુજરાતનું પાણિયારું સાબિત થયું છે. હાલમાં સરદાર સરોવર ડેમ લાઇવ સ્ટોરેજ પ્રમાણે આગામી 4 મહિના સુધી રાજ્યભરના લોકોની તરસ છીપાવી શકે તેમ છે.

Advertisment

રાજ્યના જળાશયોમાં 45 ટકા જળસંગ્રહ છે. માત્ર 19 ડેમોમાં જ 50 ટકાથી વધારે પાણીનો સંગ્રહ છે. ઉપરાંત રાજ્યના 72 જળાશયોમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે. જોકે, સરદાર સરોવર ડેમમાં 51 ટકાથી પણ વધુ જળસંગ્રહ છે. હાલની સ્થિતિએ ડેમમાં લાઇવ સ્ટોરેજ 1.16 લાખ કરોડ લીટર છે. જેથી ગુજરાતની હાલની અંદાજિત વસ્તીને પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન 120 લીટરની ગણતરીએ સરદાર સરોવરનું પાણી 135 દિવસ આસપાસ ચાલી શકે તેમ છે. તો બીજી તરફ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં 15 ટકાથી પણ ઓછું પાણી છે. બનાસકાંઠામાં માત્ર 4.77 ટકા, અરવલ્લી જિલ્લામાં 6 ટકા, જ્યારે સાબરકાંઠામાં 4 ટકા જ લાઇવ સ્ટોરેજ છે, ત્યારે પાણી પુરવઠા બોર્ડના એક રિપોર્ટ મુજબ, રાજ્યના 5 જિલ્લાના 89 ગામોમાં ટેન્કર મારફતે પણ લોકોને પીવાનું પાણી પહોચાડવામાં આવ્યું છે. જોકે, આ પરિસ્થિતીને બાદ કરતાં સરદાર સરોવર ડેમ આગામી 4 મહિના સુધી રાજ્યના લોકોની તરસ છીપાવી શકે તેમ છે.

Advertisment
Latest Stories