ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના 2 દિવસીય 9મા નેશનલ મેનેજમેન્ટ કન્વેનશનનો પ્રારંભ થશે

રાષ્ટ્રીય કક્ષાની '9મી નેશનલ મેનેજમેન્ટ કન્વેનશન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેની મુખ્ય થીમ 'ટુદ ટુ ગેઘર ટોવર્ડ્સ ટૂમોરો : એડ્રેસિંગ ગ્લોબલ ચેલેંજીસ' છે.

New Update
ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના 2 દિવસીય 9મા નેશનલ મેનેજમેન્ટ કન્વેનશનનો પ્રારંભ થશે

ભરૂચ ખાતે BDMA દ્વારા તા. 10-11 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કક્ષાની '9મી નેશનલ મેનેજમેન્ટ કન્વેનશન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેની મુખ્ય થીમ 'ટુદ ટુ ગેઘર ટોવર્ડ્સ ટૂમોરો : એડ્રેસિંગ ગ્લોબલ ચેલેંજીસ' છે. એટલે કે' સાથે રહી, સારા આવતી કાલ માટે વૈશ્વિક પડકારો માટે સજ્જ થઈએ. "અધિવેશનના ભવ્ય ઉદઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ભૂતપૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી અને ભરૂચના ભૂતપૂર્વ કલેકટર અરવિંદ અગ્રવાલ, ગ્રુપ પ્રેસિડેન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના વી.વી.સૂર્યરાવ, આદિત્ય બિરલા જૂથના પલ્પ, ફાઈબરના ગ્લોબલ ચીફ ઓપરેટિંગ ઓફિસર કલ્યાણ રામ ખાસ ઊપસ્થિત રહેશે.

અધિવેશનમાં વૈશ્વિક મુદ્દાઓ ઉપર પરિસંવાદ યોજાશે :

• 'લીડરશિપ ઈન ધ ટાઇમ્સ ઓફ ગ્લોબલ બિઝનેસ એન્ડ પોલિટિકલ ટર્મોઇલ'

• 'એનરજાઈઝિંગ ઇન્ડિયા : પાથ વે ટુ ગ્રીન ફ્યુચર'

• 'આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટેક્નોલોજીસ'

• 'ESG : ચેલેંજીસ & ઑપોરચ્યયુનીટીસ - એન્વાયરનમેન્ટ, સોશિયલ અને ગવર્નનન્સ'

• 'અલાઈનિંગ લોકલ ચેલેંજિસ વિથ ગ્લોબલ કોમ્પેટીટિવનેસ'

• ઇન્સ્પાયેરિંગ સ્ટોરીસ

દેશભરની ખ્યાતનામ કંપનીઓ ગિયા, સસ્કેન, હ્યુબેક, યુપિએલ, દીપક નાઇટ્રેટ ગ્રુપ,આદિત્ય બિરલા, રિલાયન્સ, એન્જિનિયરસ ઇન્ડિયા, એબીબી, સીમેન્સ, જીએનેફસી, ગ્રેવિકા લેબ, જીએફેલ સહિત સીનીયર મેનેજમેન્ટના અધિકારીઓ મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, બેંગલોર, ચેન્નાઇ, અમદાવાદથી આવી ભરૂચમાં દેશ દુનિયાના વૈશ્વિક પડકારો અંગે અલગ અલગ વિષયો પર વિચારો વ્યક્ત કરશે. BDMA પ્રમુખ હરીશ જોશી, કનવેન્શન ચેરમેન અશોક પંજવાણી અને કો. ચેરમેન આશિષ ગર્ગએ જણાવ્યું હતું કે, ભરૂચને આંતરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાની દિશામાં આ અધિવેશન એક મોટું કદમ છે. ઔધોગિક પ્રગતિના સર્વાંગી વિકાસમાં જ્ઞાન સંપન્ન સમુદાયને ઉભો કરવાનું મુખ્ય લક્ષ્ય BDMAનું છે. આ પરિસંવાદમાં દેશ અને રાજ્યમાંથી 300 જેટલા પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પ્રસંગે ઔધોગિક અકસ્માતો નહીં થાય તે માટે જરૂરી ટ્રેનિંગ કર્મચારીઓને મળી રહે તે માટે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને BDMA દ્વારા એમ.ઓ.યુ. પણ કરવામાં આવનાર છે...

Latest Stories