/connect-gujarat/media/post_banners/0c6e1efda3b4635ec491ce156cb7a05bc8832039e76a86b7197e6a15a48b1b17.jpg)
કમોસમી વરસાદ બાદ શાકભાજીની આવકમાં ઘટાડો
મોટાભાગના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો
શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ભરૂચ શહેર તથા જીલ્લામાં કમોસમી વરસાદ બાદ મોટાભાગના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અંકલેશ્વરમાં કોબી, ફલાવર, ભીંડા સહિતની શાકભાજીના ભાવ આસમાને પહોચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે મોટાભાગની શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે રસોડામાં સ્વાદ વધારતી શાકભાજીઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અંકલેશ્વરની વાત કરીએ તો, જે શાકભાજી પહેલા 20-30 રૂપિયે કિલોના ભાવે મળતી હતી, તે શાકભાજી હાલ 50થી 60 રૂપિયે કિલો મળી રહી છે. જેના કારણે મધ્યમ વર્ગના લોકોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે.