Connect Gujarat
ભરૂચ

“ક્યાં ખબર હતી..!” : ભરૂચના સખ્યાત કવયિત્રી કિરણ જોગીદાસ 'રોશન'ના પ્રથણ ગઝલ સંગ્રહનું વિમોચન કરાયું...

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અવની ફાઉન્ડેશન-અંકલેશ્વરના સેક્રેટરી રસીલા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

X

ભરૂચના સખ્યાત કવયિત્રી કિરણ જોગીદાસ 'રોશન'ના પ્રથમ ગઝલ સંગ્રહ “ક્યાં ખબર હતી..!”નું વિમોચન શહેરના ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અવની ફાઉન્ડેશન-અંકલેશ્વરના સેક્રેટરી રસીલા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગઝલ સંગ્રહનું વિમોચન પ્રખ્યાત કવિ ડો. રઈશ મણિયાર, પ્રખ્યાત ગીતકાર કૃષ્ણ દવે, વડોદરાના કવિ ભરત ભટ્ટ પવન, સુરતના કવિ કિરણસિંહ ચૌહાણ, નર્મદા ચેનલના ડિરેક્ટર ઋષિ દવે, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર, કિરણ જોગીદાસના પતિ ધીરેન જોગીદાસ અને અંકલેશ્વરના ઉદ્યોગપતિ નરેશ પુજારાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગઝલ સંગ્રહ વિમોચન અવસરે શાનદાર કવિ સંમેલન પણ યોજાયું હતું.

કવિ સંમેલનમાં કિરણ જોગીદાસે પોતાની ગઝલો રજૂ કરી હતી. કૃષ્ણ દવેએ તેમના ગીતો દ્વારા તમામને મંત્રમુગ્ધ કર્યા હતા. વડોદરાથી પધારેલ ભરત ભટ્ટ 'પવન' દ્વારા અફલાતૂન ગઝલો રજૂ થઈ. કિરણસિંહ ચૌહાણ એમની આગવી શૈલીમાં સુંદર રજૂઆત કરી હતી. ડૉ. રઈશ મણિયારના આકર્ષક સંચાલન અને સુંદર રજૂઆતે બધા શ્રોતાઓને મગ્ન રાખ્યા હતા. ઉપરાંત સ્થાનિક કવિઓમાં કમલેશ ચૌધરી, પ્રમોદ પંડ્યા, જતીન પરમાર અને બ્રિજ પાઠકે પણ સુંદર ગઝલો રજૂ કરી હતી.

Next Story