New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/09161644/bhavnagar-e1575888708557.jpg)
ભાવનગર જીલ્લામાં ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને પોતાનો
વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અગાઉ અધિક મુખ્ય સચિવ સાથે મુલાકાત દરમ્યાન તમામ મુદ્દાનો હકારાત્મક નિકાલ કરવા ખાતરી આપતા મહામંડળ દ્વારા હડતાળનો કાર્યક્રમ
મોકૂફ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત મહેસૂલ મંત્રી તથા અધિક મુખ્ય સચિવ મહેસૂલને રૂબરૂ મળી તમામ મુદ્દાઓનો નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ
મહેસૂલી કર્મચારીઓ દ્વારા અવારનવાર રૂબરૂ મુલાકાત સાથે રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેના ભાગરૂપે મોટી
સંખ્યામાં મહેસૂલી કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્ને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી અચોક્ક્સ મુદ્દતની હડતાળ કરવામાં આવી છે.
Latest Stories