ભાવનગર: સરકારી સર.ટી.હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની જમીન પર સુવડાવી સારવાર કરાઈ,વિડીયો વાયરલ થતા તપાસના આદેશ

ભાવનગર: સરકારી સર.ટી.હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની જમીન પર સુવડાવી સારવાર કરાઈ,વિડીયો વાયરલ થતા તપાસના આદેશ
New Update

ભાવનગરની સરકારી સર.ટી.હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ ખાલી છે તેમ છતાં માત્ર વહીવટી ખામીને કારણે સર.ટી.હોસ્પિટલનાં ઓપીડી વિભાગમાં બહાર દર્દીઓ તેમને દાખલ કરવામાં આવે તેની રાહ જોતા કલાકો સુધી જમીન પર પડ્યા રહે છે અને ડોકટરોની ખુરશીઓ ખાલી છે એક તરફ સરકાર કોરોના મહામારી સામે લડવા સજ્જ બની છે ત્યારે સર.ટી.હોસ્પિટલ ની આ સ્થિતિ બદલાય તે જરૂરી છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવના રેકોર્ડબ્રેક કેસો નોંધાઇ રહ્યા છે ત્યારે ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે હોસ્પિટલમાં પહોંચી રહેલા દર્દીઓને સમયે સારવાર ના મળતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં કોવિડ સેન્ટરના ઓપીડી વિભાગમાં અનેક દર્દીઓ સ્ટ્રેચર અને લોબીની ફર્શ ઉપર ઓક્સિજન સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા રાહ જોઇને પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, હોસ્પિટલની બેદરકારી અંગેનો વિડીયો વાયરલ થતા જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા અને મનપા કમિશ્નર ગાંધી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી એ ઉપરાંત હાલની સ્થિતિ જોતા કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલના સુપરવિઝન માટે એડિશનલ કલેકટર ધર્મેશ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.અત્રે મહત્વપૂર્ણ છે કે સાંસદ ને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ટ્વિટ બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા અને તપાસના આદેશ આપ્યા હતા ત્યારે જોવાનું રહેશે કે આવનારા સમયમાં દર્દીઓને પૂરતી સારવાર મળે છે કે નહીં.

#COVID19 #viral video #Gujarat #Bhavanagar
Here are a few more articles:
Read the Next Article