ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર પીપળી-વટામણ વચ્ચે મારૂતિ ઈકો કાર તથા ટ્રક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુરૂષોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં જયારે બે ગંભીર રીતે ઘવાયેલ વ્યક્તિ ઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિ ઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતાં.

મળતી માહિતી અનુસાર, આ મૃતકો સિહોર તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે જેમાં સુખા જેઠાભાઇ મકવાણા, ગોવિંદ હમીરભાઈ ગોહિલ રે તથા રાજુ ઉર્ફે વિહા લખમણભાઈ ખાંભલ્યા નો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ ધોલેરા પોલીસને થતાં પોલીસ કાફલો તથા 108 સ્થળપર દોડી આવી તપાસ હાથ ધરી હતી આ ઘટનામાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની પોલીસે અટકાયત કરી હતી આ બનાવના વાવડ મૃતકોના સ્વજનોને થતાં રબારી સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલા ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ પર છાશવારે પ્રાણઘાતક અકસ્માતો સર્જાતા રહે છે અને નિર્દોષ નાગરિકોના પ્રાણ જાય છે આમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ નથી હલતું અને જીવલેણ અકસ્માત માટે જવાબદાર કારણો-સમસ્યાઓનું સમાધાન નથી કરવામાં આવી રહ્યું .