આજે તા. ૨૧ મેના રોજ સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે. જે સંદર્ભે આજે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં સંકલન સમિતિના અધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર તથા સંકલન સમિતિના તમામ અધિકારીઓએ પણ દેશની અહિંસા અને સહનશીલતામાં દ્રઢ વિશ્વાસ રાખી શપથ ગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામજીક સદભાવના જાળવવાં અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોચીં વળવાં શપથ લેવામાં આવ્યા હતા.