ભાવનગર : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે કર્યો સંવાદ, સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ

New Update
ભાવનગર : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે કર્યો સંવાદ, સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તાઉ'તે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ રહી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેઓ તળાજા અને મહુવાના અસરગ્રસ્તોની મુલાકાત લઈ ખેડૂતોના પ્રશ્નો સાંભળી સંવાદ કર્યો હતો.

ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવામાં નહીં આવતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સરકાર વિવિધ કાર્યક્રમો યોજી ખેડૂતોને ખેતી કેવી રીતે કરવી તે અંગેની સલાહ આપે છે. પરંતુ ખેડૂતો વર્ષોથી ખેતી કરે છે અને તેમને સલાહની નહીં સહાયની જરૂર છે. સરકારે 1000 કરોડની સહાય કરી છે, તેનાથી ખેડૂતોને પૂરતું નથી. જોકે, તેમાં હજુ પણ વધારો કરવાની જરૂર છે. ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ અને ખેડૂતોને ખેતી પગભર કરવા માટે નવી લોન આપવી જોઈએ. આ દેશ ખેતીપ્રધાન દેશ છે, ત્યારે દેશના સાચા માલિકો ખેડૂતો છે, ઉદ્યોગપતિઓ નહીં. સરકાર માત્ર સર્વે કરી રહી છે, પરંતુ સર્વે નહીં ખેડૂતોને સહાય આપો. તો સાથે જ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, કોરોના કાળમાં સરકારે જાણી જોઈને લોકોને મરવા દીધા હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ હતી. તેના માટે તેઓ સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. ચૂંટણી દરમિયાન જે ભીડ ભેગી કરવામાં આવી તેને લઈને ઇલેક્શન કમિશન પર નહીં, પરંતુ વડાપ્રધાન પર કેસ થવો જોઈએ. કારણ કે, વડાપ્રધાન જવાબદાર છે ઇલેક્શન કમિશનન તો તેમના નીચે આવતા વિભાગો છે તેમ જણાવી શંકરસિંહ વાઘેલાએ ગંભીર આક્ષેપો કર્યા હતા.

Latest Stories