/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/17172315/IMG_0115-e1576583712433.jpg)
નંદકુવરબા મહિલા કોલેજનો ૧૧મો વાર્ષિક સન્માન સમારોહ
રંગોલી રિસોર્ટ વરતેજ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના પંચાયત
મંત્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે મંત્રીએ નંદકુંવરબા મહિલા કોલેજના
સંચાલકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સંસ્થાની ૪૧ જેટલી વિદ્યાર્થિનીઓએ અલગ
અલગ ક્ષેત્રે ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે અને દેશ તેમજ પરદેશમાં ભાવનગર તેમજ
સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. સંસ્થા દ્વારા ભાવનગર શહેરની આજુબાજુના
૪૦ કિ.મી. વિસ્તારમાં વિદ્યાર્થીનીઓ માટે સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલી ફ્રી બસ
સેવા એ કદાચ ગુજરાતની પ્રથમ ઘટના હશે. આ ઘટનાએ સ્ત્રી કેળવણીનું ઉત્તમ ઉદાહરણ
છે.વાલીઓ નિશ્ચિંત બને તેવું વાતાવરણ આ સંસ્થા પૂરું પાડે છે તેમજ શિક્ષણ સિવાયની
અન્ય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કાર્ય કરે છે
જે તમામ પ્રવૃત્તિઓ અભિનંદનને પાત્ર છે.
રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણીની ચિંતા કરી અને શાળાઓના
અદભુત મકાન, લાઇબ્રેરી, લેબોરેટરી વગેરે જેવી પાયાની સુવિધાઓથી સજ્જ
શાળા-કોલેજો રાજ્યને આપી. જે પ્રણાલીને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ શિક્ષણ
મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજે આગળ વધારી રહ્યા છે. તેથી જ હવે ઉચ્ચ અભ્યાસ
અર્થે વિદ્યાર્થીનીઓને બહારના રાજ્યમાં જવું પડતું નથી.
આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર
યુનિવર્સિટીના કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને હિમા દાસ, લજ્જા ગોસ્વામી, લતા મંગેશકર, મેરી કોમ, રાનુ મંડલ વગેરેના જીવન-કવન પર વાત કરી જીવનમાં
સફળતાના મુકામ પર પહોંચવા પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે નાના-નાના ગોલ બનાવી
સફળતાના લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.
આ પ્રસંગે અભ્યાસ તેમજ અન્ય ક્ષેત્રે શ્રેષ્ઠ
પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને શિલ્ડ, મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમજ
કાર્યક્રમના અંતે સંસ્થાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફ્રીડમ ફાઈટર, ટટીંગ ડાન્સ, બિહુ નૃત્ય, ગરબા, રામાયણ થીમ ડાન્સ, લાવણી નૃત્ય, રાજસ્થાની નૃત્ય
વગેરે જેવા ૨૨ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેને નિહાળી ઉપસ્થિત
સૌ કોઈ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા.
આ કાર્યક્રમમાં ભાવનગર રેન્જ ડી.આઈ.જી. અશોકકુમાર
યાદવ, ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી વરૂણ
કુમાર બરનવાલ, લીલા ગ્રુપ ઓફ
ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કોમલકાંત શર્મા, રંગોલી રિસોર્ટ પ્રા.લિ.ના ચેરમેન અનિરુદ્ધસિંહ ગોહિલ, નંદકુંવરબા મહિલા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ
ગોહિલ, નંદકુવરબા મહિલા કોલેજના મેનેજીંગ
ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયા તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ
ઉપસ્થિત રહ્યા હતા.