ભાવનગર : ઓકિસજનના સિલિન્ડર મળી જાય પણ ફલોમીટર મળતાં નથી, કોરોનાના દર્દીના સ્વજનોની વ્યથા

New Update
ભાવનગર : ઓકિસજનના સિલિન્ડર મળી જાય પણ ફલોમીટર મળતાં નથી, કોરોનાના દર્દીના સ્વજનોની વ્યથા

ભાવનગરમાં કોરોનાની બીજી લહેર દર્દીઓ માટે મુશ્કેલીઓનો પહાડ લઇને આવી હોય તેમ લાગી રહયું છે. રેમડેસિવિર ઇન્જેકશન, ઓકિસજનના સિલિન્ડર અને ફલોમીટરના અભાવે તબીબો પણ દર્દીઓની સારવાર માટે અસમર્થ જણાય રહયાં છે.

સમગ્ર રાજ્યની સાથે ભાવનગરમાં પણ ઓક્સિજનના સિલિન્ડર અને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત ઊભી થવા પામી છે. ભાવનગર શહેરમાં રોજના 250 કરતાં વધારે દર્દીઓ બહાર આવી રહયાં છે. સિવિલ હોસ્પિટલમાં 850 બેડની સામે 750 બેડ ભરાય ગયાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 600 બેડ પણ ઓછા પડી રહયાં છે.

દર્દીઓની સંખ્યાની સામે હવે રેમડેસિવિર ઇન્જેકશનની અછત વર્તાઇ રહી છે. જો દર્દીને ઓકિસજન પર રાખવો હોય તો ઓકિસજનના સિલિન્ડર પણ મળતાં ન હોવાની ફરિયાદો ઉઠી છે. ભાવનગરમાં રોજના 1,500 ઇન્જેકશનની જરૂરીયાત છે જેની સામે સરકારમાંથી માત્ર 600 ઇન્જેકશન જ આવી રહયાં છે. ઇન્જેકશનના અભાવે દર્દીઓના સ્વજનોની દોડધામ વધી છે જયારે તબીબો દર્દીની સારવાર કરવામાં અસમર્થ બની ગયાં છે.

ભાવનગર મામલતદાર કચેરી થી ખાનગી હોસ્પીટલ ને દરરોજ ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ હાલ માંગ સામે માત્ર 33 ટકા જથ્થો જ ફાળવવામાં આવતા હોસ્પિટલ સત્તાવાળા મુશ્કેલીમાં મુકાયા છે અને તબીબો પણ હવે રેમડેસીવીરનો વધુ જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે, જ્યારે શહેરમા ઓકસીજન સિલિન્ડરની પણ અછત ઊભી થવા પામી છે કેટલાક કિસ્સામાં સિલિન્ડર મળે છે પરંતુ ફલોમીટર મળતાં નથી. જે ફલોમીટર 700 કે 800 રૂપિયામાં મળતા હતા તે હવે કાળા બજારમાં રૂપિયા 3000 હજાર મા મળી રહ્યા છે તેવો આક્ષેપ પણ ખાનગી હોસ્પીટલ સંચાલકોએ કર્યો છે.

Latest Stories