ભાવનગર : રાત્રિ કરફ્યુનો ભંગ અને માસ્ક ન પહેરનાર 2212 લોકો સામે પોલીસ દ્વારા કરાઇ દંડનીય કાર્યવાહી

New Update
ભાવનગર : રાત્રિ કરફ્યુનો ભંગ અને માસ્ક ન પહેરનાર 2212 લોકો સામે પોલીસ દ્વારા કરાઇ દંડનીય કાર્યવાહી

કોરોના કાળ દરમ્યાન હાલમાં ગુજરાત સરકાર દ્વારા તા. 30મી એપ્રિલ સુધી રાજ્યના મુખ્ય શહેરોમાં નાઇટ કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે. લોકોએ ઘરથી બહાર નિકળતી વખતે કોરોનાના સંક્રમણથી બચવા માટે કેવી તકેદારી રાખવી જોઇએ તે માટે ગુજરાત સરકાર દ્વારા વખતો વખત ગાઇડલાઇન નિર્દિષ્ટ કરવામાં આવી છે. તેમ છતાં અનેક લોકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાવનગર રેન્જ પોલીસ દ્વારા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં માસ્ક વગર નીકળતા લોકો પાસેથી દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે.

ભાવનગર જિલ્લામાં રાત્રિ કરફ્યુ દરમ્યાન જાહેરનામાના ભંગ કરવા બદલ 124 જેટલા કેસ અને માસ્ક ન પહેરનાર 2212 લોકો સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હાલ તો તમામ વિસ્તારો, મુખ્ય બજારો, મહોલ્લાઓ, ચોકી વિસ્તાર, તમામ ગામડાંઓ, આઉટ પોસ્ટમાં પોલીસની જુદી-જુદી ટીમો દ્વારા લોકોને માઇક્રોફોનની મદદથી જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Latest Stories