ભાવનગર : સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, ૪ વર્ષમાં ૬૦૦ કરોડની રકમ ફાળવાઈ

ભાવનગર :  સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, ૪ વર્ષમાં ૬૦૦ કરોડની રકમ ફાળવાઈ
New Update

રાજ્યમંત્રી વિભાવરીબેન દવે દ્વારા ભાવનગરના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો હાથ ધરી વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ત્રીજા દિવસે રાજ્યમંત્રી દ્વારા ભાવનગર શહેરને ફરતા નિર્માણાધિન રીંગ રોડના ૧૦ કરોડના ખર્ચે નિર્મિત થનારા પાર્ટ ઓફ રીંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રીંગ રોડ નિર્માણની પ્રક્રિયા ખૂબ જ જટીલ હતી. જમીન સંપાદન, મંજુર થયેલ મકાનોના એલોટમેન્ટ બદલવા અને દબાણો સહિતના પ્રશ્નો નડતરરૂપ હતા ત્યારે સરકાર દ્વારા તમામ પ્રશ્નોનુ સુખદ નિરાકરણ લાવી ઓછા ખર્ચે ઝડપી કામગીરી થાય તેવું નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું. માત્ર રીંગ રોડ જ નહિ પરંતુ ભાવનગરનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.સરકાર દ્વારા છેલ્લા ૪ વર્ષમાં ૬૦૦ કરોડથી વધુની રકમ ભાવનગરને ફાળવવામાં આવી છે.

publive-image

નિર્માણાધિન રીંગ રોડ વિશે વિસ્તૃત માહિતી આપતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે હાલ ૬.૧૬ કિ.મી.ના ફોરલેન રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે ૨૩.૬૩ કિ.મી.ની ફોરલેનની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જ્યારે ૪.૫૮ કિ.મી.ની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ૧૬.૮૫ કિ.મી.ને ટુ લેન માંથી ફોર લેન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. શાંતી, સલામતી અને સુરક્ષાને વરેલા રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભુમાફિયાઓ તથા ગુંડારાજને ખતમ કરવા રાજ્ય સરકાર દ્વારા કડક કાયદો કેબિનેટમાં પસાર કરવામાં આવ્યો છે. જેના થકી આગામી સમયમાં ગુંડાઓને ગુંડાગીરી છોડાવી પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થશે. તેમ જણાવી અમલમાં લવાયેલ નવા બન્ને કાયદાઓ વિશે ઉપસ્થિત સૌ કોઈને મંત્રીએ વિસ્તૃત માહિતી આપી હતી.

publive-image

રાજ્યમંત્રીએ ભાવનગરની જનતાને આ પ્રસંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે જો ભાવનગરને અન્ય શહેરોની માફક આધુનિક બનાવવું હશે તો લોકોએ ભાવનગર મહાનગરપાલિકાને પોતાનો કરવેરો સમયસર ભરી દઇ શહેરની વિકાસયાત્રામાં સહભાગી થવું જોઈએ. આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, જાસલિયા તથા રાજેશભાઈ જોષીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ પૂર્વ મેયર નિમુબહેન બાંભણીયા દ્વારા કરવામાં આવી હતી.

#Bhavnagar #state government #bhavnagar news #Bhavnagar Police #Ring Road #Bhavnagar Collector #Bhavnagara Gujarat #Vibhariben Dave
Here are a few more articles:
Read the Next Article