ભાવનગર : સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાયો પ્રારંભ, સમગ્ર જીલ્લામાં તબક્કાવાર કામગીરીની શરૂઆત

ભાવનગર : સુજલામ સુફલામ જળ અભિયાનનો કરાયો પ્રારંભ, સમગ્ર જીલ્લામાં તબક્કાવાર કામગીરીની શરૂઆત
New Update

ભાવનગર ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પહેલા તબક્કામાં કુલ 929 અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેમજ ભૂગર્ભ જળ સંચય કરી વધુ પ્રમાણમાં જળ સંગ્રહ કરી શકાય તે માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ ચલાવવામાં આવે છે.

publive-image

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદી પાણીનો ભૂગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે ભાવનગરમાં ગ્રામ્યકક્ષાએ આવતા નાના ચેકડેમો, તળાવો ઉંડા ઉતારવા, તળાવોને સાફ કરવા જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની સિઝન પહેલા વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેમજ ભૂગર્ભ જળ સંચય કરી વધુ પ્રમાણમાં જળ સંગ્રહ કરી શકાય તે માટે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ યોજનામાં તબક્કાવાર કામગીરી માટે ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કુલ 929 જેટલી અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવેલી છે. જે પહેલા તબક્કામાં કામગીરીની શરૂઆત એપ્રિલ માસથી ચાલુ કરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરમાં 54, ઘોઘામાં 60, તળાજામાં 124, મહુવામાં 123, જેસરમાં 63, પાલીતાણામાં 74, ગારીયાધારમાં 97, ઉમરાળામાં 116, સિહોરમાં 135 અને વલભીપુરમાં 73 મળી કુલ 919 અને બીજી મહાનગરપાલિકાની 10 અરજી મળી કુલ 929 અરજીઓ પૈકી કામગીરીનો ગત તા. 1 એપ્રિલથી પ્રારંભ કરવામાં આવ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન દરમ્યાન છેલ્લા 3 વર્ષની જો વાત કરવામાં આવે તો, વર્ષ 2018, 2019 અને વર્ષ 2020માં સુજલામ સુફલામ યોજનાના 3 તબક્કા સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 269 ચેકડેમ તથા 526 તળાવ ઉંડા ઉતારવામાં આવ્યા છે. જેથી વર્ષ 2018માં 35.81 કરોડ લીટર પાણીનો સંગ્રહ અને વર્ષ 2019માં 177.67 કરોડ લીટર પાણીનો સંગ્રહ તેમજ વર્ષ 2020માં 94.21 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થયો છે.

#Connect Gujarat #Rajula #bhavnagar news #Sujlam Suflam Yojna #Sujalam Sufalam Jal Abhiyan #Gujareat Samachar
Here are a few more articles:
Read the Next Article