ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનશે, મુખ્યમંત્રીએ આપી મંજૂરી

ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનશે, મુખ્યમંત્રીએ આપી મંજૂરી
New Update

ભાવનગર ખાતે બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ બનવાની જાહેર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર ખાતે CNG ટર્મિનલ સ્થાપવા મંજૂરી આપી છે. ત્યારે હવે વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડ ફોર સાઇટ ગ્રૂપ કોન્સોર્રીયમ- (ફોર સાઇટ ગૃપ પદ્મનાભ મફતલાલ ગૃપ અને નેધરલેન્ડ સ્થિત બોસ્કાલિસ)ને પ્રોજેક્ટ ડેવલપર તરીકે મંજૂરી આપશે. 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો ધરાવતું ગુજરાત પોર્ટ કાર્ગો ક્ષેત્રે ગૌરવપૂર્ણ સ્થાન મેળવશે. પ્રથમ તબક્કામાં રૂપિયા 1300 કરોડનું મૂડીરોકાણ થશે. પ્રોજેકટ પૂર્ણ થતાં કુલ 1900 કરોડનું મૂડીરોકાણ CNG ટર્મિનલ પ્રોજેક્ટમાં થશે.

સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ પ્રોજેક્ટ તરીકે ભાવનગરમાં આ CNG ટર્મિનલ આકાર પામશે. પ્રતિ વર્ષ 15 લાખ ટન ક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. પ્રતિ વર્ષ ૪પ લાખ ટન ક્ષમતાનું લીકવીડ કાર્ગો ટર્મિનલ, કન્ટેઇનર અને વ્હાઇટ કાર્ગો ટર્મિનલ તથા રો-રો ટર્મિનલ વિકસાવવાનું મહત્વાકાંક્ષી આયોજન છે. વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ બનશે. ભાવનગર પોર્ટ વિકસાવવા ચેનલ અને પોર્ટ બેઝિનમાં ડ્રેજિંગ, બે લોક ગેટસનું બાંધકામ અને કિનારા ઉપર CNG ટ્રાન્સપોર્ટેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસિલિટીઝ વિકસાવવામાં આવશે. CNG ટર્મિનલ કાર્યાન્વીન્ત થતાં ભાવનગર પોર્ટની વાર્ષિક કાર્ગો કેપેસિટી ૯ મિલીયન મેટ્રિક ટન થશે.

વિઝનરી લિડરશીપમાં ગુજરાત LNG અને CNG બંને માટેના ટર્મિનલ ધરાવતું દેશનું એક માત્ર રાજ્ય હોવાનું ગૌરવ મેળવશે. રાજ્યમાં દહેજ અને હજીરામાં LNG ટર્મિનલ પછી વિશ્વનું આ પ્રથમ CNG ટર્મિનલ ભાવનગરમાં થતાં વર્લ્ડ મેરિટાઇમ મેપ પર ગુજરાતનો દબદબો પ્રસ્થાપિત થશે.

સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારાની પૂરાતન જાહોજલાલીને અદ્યતન પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટસથી પૂન: ધબકતી કરવાની મુખ્યમંત્રીની નેમ સાકાર થશે. સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટના પરિણામે ભાવનગર અને આસપાસના વિસ્તારોના યુવાઓ માટે લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન અને વેરહાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખૂલશે.

#Bhavnagar #CMO Gujarat #Bhavnagar Police #CNG terminal #Bhavnagar Collector #Bhavnagara Gujarat #CM Vijay Rupani #Bhavnagar CNG terminal
Here are a few more articles:
Read the Next Article