ભાવનગર ખાતે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પ્રદેશ, ભાવનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસ સંગઠનમાં તમામ હોદ્દેદારોને સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આપ આદમી પાર્ટી અને ભાજપમાંથી કોંગ્રેસમાં ભળેલા લોકોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા.
આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠનને વધુ મજબુત બનાવવા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે તેમના સન્માનનો કાર્યક્રમ ભાવનગર શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા-શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ-મનપા અને જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ તકે શક્તિસિંહ ગોહિલના હસ્તે આમ આદમી પાર્ટી અને ભાજપ છોડી કોંગ્રેસમાં ભળેલા કાર્યકરો તેમજ એબીવીપીમાંથી એનએસયુઆઇ મા ભળેલા લોકોને ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. તેમજ પ્રદેશ-શહેર અને જીલ્લાના સંગઠનમાં સ્થાન પામેલા હોદ્દેદારોને આવકારી તેમને નિમણુકપત્રો આપવામાં આવ્યા હતા તેમજ વફાદારીપૂર્વક પક્ષની કામગીરી કરવા તાકીદ કરી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170