ભાવનગર : મહિલા સશક્તિકરણ પખવાડીયાની કરાશે ઉજવણી, મહિલા જાગૃતી અંગે વિવિધ મુદ્દાઓ પર કાર્યક્રમો યોજાશે

New Update
ભાવનગર : મહિલા સશક્તિકરણ પખવાડીયાની કરાશે ઉજવણી, મહિલા જાગૃતી અંગે વિવિધ મુદ્દાઓ પર કાર્યક્રમો યોજાશે

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવનાર છે. જેના અનુસંધાને ભાવનગર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા મહિલાઓમાં જાગૃતિ વધે તે હેતુથી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત તા. 5 ઓગષ્ટના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા. 6 ઓગષ્ટના રોજ મહિલા કૃષિ દિવસ, તા. 7 ઓગષ્ટના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા. 8 ઓગષ્ટના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા. 9 ઓગષ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા. 10 ઓગષ્ટના રોજ મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા. 11 ઓગષ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા. 12 ઓગષ્ટના રોજ મહિલા કાનૂની જાગૃતિ દિવસ, તા. 13 ઓગષ્ટના રોજ શ્રમજીવી મહિલા દિવસ અને તા. 14 ઓગષ્ટના રોજ મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામા આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ-19 અંતર્ગતની માર્ગદર્શીકાની તમામ સુચનાઓનુ પાલન થાય તે રીતે ઉજવણી કરવામા આવશે.