Connect Gujarat
ગુજરાત

ભિલોડા ના અંધારિયા અને ભુતાવડ ગામે રૂ 1.11 લાખના દારૂ સાથે રૂ 2.41 લાખનો મુદ્દામાલ જપ્ત

ભિલોડા ના અંધારિયા અને ભુતાવડ ગામે રૂ 1.11 લાખના દારૂ સાથે રૂ 2.41 લાખનો મુદ્દામાલ જપ્ત
X

અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂ પકડાવાનો સિલસિલો હજુ યથાવત જ રહ્યો છે. જિલ્લાની પોલિસ સતત પેટ્રોલિંગ કરીને બુટલેગરો પર બાજ નજર રાખી તેમને દબોચી દેલામાં સફળ બની રહી હોય તેનું લાગી રહ્યું છે. ભિલોડા તાલુકામાંથી પોલિસે બે જુદી જુદી બે ઘટનાઓમાં દારૂ પકડી પાડ્યો છે.

ભીલોડા પીએસઆઇ એમ. આર. સંગાડા તેમજ તેમનો સ્ટાફ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન અંધારીયા ગામ રોડ પરથી પસાર થતી હીરો હોન્ડા મોટર સાઇકલ નંબર - RJ - 27 - BL 5435 તથા બજાજ ડિસ્કવર બાઇક નંબર GJ - 9 - CA - 8597 ની ઉપર ગેરકાયદેસર લઇ જવાતો રૂ. 44,500નો દારૂ સહિત બે બાઇકનો કુલ 74,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

તો આ પ્રકારના બીજા બનાવમાં ભિલોડા તાલુકાના ભુતાવડ ગામે બુટલેગરો દારૂ ભરતા હોવાની ચોક્કસ બાતમીને પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડ્યા હતા. પોલિસે કાર નંબર GJ - 1 - HM - 5626 ના ચાલક તથા તેની સાથેનો બીજો ઇસમ અજય રમેશભાઇ થેરીયાણી તેમજ દિલીપ લાલચંદ ચાવલાને ઝડપી પાડ્યા છે. પોલિસે કાર તેમજ મકાનની આગળ બનાવેલ બાથરૂમમાંથી અલગ - અલગ બ્રાન્ડની ઇંગલીશ દારૂની તેમજ બીયર ટીન પેટી નંગ - 15 મળી કુલ નંગ - 156 સહિત કુલ 66,600 નો દારૂ પકડી પાડ્યો છે. ભુતાવડ ગામેથી પોલિસે કુલ 1,66,600 નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

Next Story