Bihar Election 2020 : આખરી ચરણનું આજે મતદાન, 78 બેઠકો પર 11 મંત્રીઓનું ભાવિ દાવ પર

New Update
Bihar Election 2020 : આખરી ચરણનું આજે મતદાન, 78 બેઠકો પર 11 મંત્રીઓનું ભાવિ દાવ પર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. 15 જિલ્લાની 78 વિધાનસભા બેઠકો પર 2 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અને બિહારની સરકાર રચવામાં મહત્વનો ફાળો આપશે.

બિહાર વિધાનસભાની ચૂંટણીનો છેલ્લો અધ્યાય આજે એટલે કે શનિવારે પૂર્ણ થશે. સીમાંચલ, કોસી અને તિરહુત વિસ્તારોના 15 જિલ્લાની 78 બેઠકો પર 2 કરોડ 35 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થય ચૂક્યો છે અને મોટા પ્રમાણમાં મતદારો મતદાન માટે બુથની બહાર લાઇનમાં ઊભા નજરે પડ્યા હતા.

આ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજયકુમાર ચૌધરી સહિત નીતિશની સરકારના 11 પ્રધાનોનું રાજકીય ભાવિ જોખમમાં મુકાયું છે, આ સાથે જ કોરોનાના જોખમ વચ્ચે બિહાર વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં પૂર્ણ થઈ જશે. ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ આવશે. હાલની વિધાનસભાની મુદત 29 નવેમ્બર સુધીની છે.

છેલ્લા તબક્કામાં આરજેડીના 46 ઉમેદવાર, એલજેપીના 42, જેડીયુના 37, ભાજપના 35, બીએસપીના 19, કોંગ્રેસના 25, એનસીપીના 31, સીપીઆઈ ના 2, એનપીપીના 1, આરએલએસપી અને AIMIM ના 23 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

Latest Stories