પંચમહાલ : ગોધરા પાલિકામાં ભાજપે ગુમાવી સત્તા, અપક્ષો અને એઆઇએમઆઇએમનું બન્યું બોર્ડ

New Update
પંચમહાલ : ગોધરા પાલિકામાં ભાજપે ગુમાવી સત્તા, અપક્ષો અને એઆઇએમઆઇએમનું બન્યું બોર્ડ

એઆઇએમઆઇએમને ભલે ભાજપની બી ટીમ ગણવામાં આવતી હોય પણ એઆઇએમઆઇએમના કારણે ગોધરા પાલિકામાં ભાજપને સત્તામાંથી હાથ ધોવા પડયાં છે.

રાજયની મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપની સત્તા આવી છે પણ ગોધરા નગરપાલિકામાં સત્તાનું કોકડું ગુચવાયું હતું. નગરપાલિકાની 44 બેઠકોમાંથી ભાજપ અને અપક્ષને 18-18 બેઠકો જયારે એઆઇએમઆઇએમને 07 તથા કોંગ્રેસને એક બેઠક મળી હતી. બુધવારના રોજ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપ પ્રમુખની વરણી માટે ચુંટણી યોજવામાં આવી હતી.

એઆઇએમઆઇએમના 07, અપક્ષના 16 અને કોંગ્રેસના 01 સભ્યએ ભેગા મળી ભાજપનો ગેમપ્લાન બગાડી નાંખ્યો હતો. 24 સભ્યોના સંખ્યાબળ સાથે અપક્ષોએ ગોધરા નગરપાલિકામાં સત્તા સંભાળી લીધી છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે સંજય સોની અને ઉપ પ્રમુખ તરીકે અકરમ પટેલ બિનહરીફ ચુંટાય આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડાસા, ભરૂચ અને ગોધરામાં નગરપાલિકામાં એઆઇએમઆઇએમના સભ્યો ચુંટાય આવ્યાં છે. ભરૂચમાં ઉપ પ્રમુખની ચુંટણી દરમિયાન એઆઇએમઆઇએમના એક માત્ર સભ્ય મતદાનથી અળગા રહયાં હતાં.

Latest Stories