-
ભરૂચના ભાડભૂત ખાતે આયોજન
-
ભાજપ દ્વારા આયોજન કરાયું
-
વિકાસ સંકલ્પ સભાનું આયોજન
-
મહામંત્રી ડો.પ્રશાંત કોરાટ રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાડભુત જિલ્લા પંચાયત બેઠક પર વિકાસ સંકલ્પ સભાનું આયોજન પ્રદેશ મહામંત્રી ડો. પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. ભરૂચની વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભુત જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ દ્વારા વિકાસ સંકલ્પ સભા પવિત્ર માં નર્મદા નદીના કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. સંમેલન પેહલા ડો.પ્રશાંત કોરાટ સહિત આગેવાઓએ ભારેશ્વર મહાદેવની આરતી દર્શન પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જનસભાને સંબોધતા ડો.પ્રશાંત કોરાટે ભાજપના બુથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસ કામોનો હિસાબ આપી જનજનનો વિશ્વાસનો મત મેળવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પેહલા જ ભાજપે 700 થી વધુ બેઠકો બિનહરીફ વિજયી મેળવી છે. ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યા છે ત્યારે કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવાર જ નહીં હોવાનો સુર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓએ મહિલા અનામતનો વિરોધ કરનાર કોંગ્રેસીઓને દેશની નારી શક્તિ કયારેય માફ નહિ કરે તેઓ મત વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અભૂતપૂર્વ વિજય હાંસલ કરશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.સંમેલનમાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ,પ્રભારી મંત્રી પરાક્રમસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય વાગરા અરૂણસિંહ રણા, મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, જીગ્નેશ મિસ્ત્રી,પરેશ પટેલ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, યોગેશ પટેલ, ખુમાનસિંહ વાંસિયા, ભરૂચ ડિસ્ટ્રીક કો.ઓ.બેંકના એમડી અજયસિંહ રણા સહિતના આગેવાનો,કાર્યકરો અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.
