• ભરૂચ જિલ્લામાં ચૂંટણીના પરિણામો જાહેર

  • જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન

  • 7 તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી

  • 3 ન.પા.માં પણ કમળ ખીલ્યું

  • ટ્રાયબલ બેલ્ટ પર આપ મજબૂત

ભરૂચ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પ્રદર્શન કરી જિલ્લામાં પોતાની સત્તા હાંસલ કરી છે. જિલ્લા પંચાયતથી લઈને તાલુકા અને નગરપાલિકા સુધી ભાજપનો દબદબો જોવા મળ્યો છે.જિલ્લા પંચાયત પર ફરી એકવાર ભાજપનો કબ્જો જોવા મળ્યો છે.ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભાજપે 26 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે.આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો છે.
નગરપાલિકાઓમાં રાજકીય સ્થિતિ પર નજર કરીએ તો જિલ્લાની મુખ્ય નગરપાલિકાઓમાં પણ ભાજપનો પ્રભાવ રહ્યો છે.ભરૂચ, અંકલેશ્વર અને જંબુસર તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.ભરૂચ જિલ્લાની કુલ 9 તાલુકા પંચાયતોમાંથી 7માં ભાજપે સત્તા મેળવી છે. ભાજપની સત્તાવાળા તાલુકાઓમાં સમાવેશ થાય છે:ભરૂચ તાલુકો,અંકલેશ્વર તાલુકો,હાંસોટ તાલુકો,આમોદ તાલુકો,જંબુસર તાલુકો,વાગરા તાલુકો,ઝઘડિયા તાલુકો જ્યારે બીજી તરફ વાલિયા તાલુકામાં આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી છે.નેત્રંગ તાલુકોમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી જેથી રાજકીય અનિશ્ચિતતા યથાવત છે.