“કાળા કારોબારની કાળી કમાણી” : નવસારીમાં રૂ. 6,90,000ની જૂની ચલણી નોટ સાથે એકની ધરપકડ

New Update
“કાળા કારોબારની કાળી કમાણી” : નવસારીમાં રૂ. 6,90,000ની જૂની ચલણી નોટ સાથે એકની ધરપકડ

નોટબંધી થયાને ઘણો સમય વીતી ગયો છતાં, બે નંબરીયાઓએ હજુ પણ જૂની નોટનો વેપલો ચાલુ રાખ્યો છે. બેન્ક અધિકારીઓના છુપા આશીર્વાદથી ચાલતા કાળા કારોબારમાં કાળી કમાણીની નોટો સગેવગે થઈ રહી છે, જેમાં નવસારીની જલાલપોર પોલીસે એક આરોપી ઝડપી પાડ્યો છે.

દેશના અર્થતંત્રને મજુબત કરવા કેન્દ્ર સરકારે 3વર્ષ પહેલાં નોટબંધીનું હથિયાર ઉગામ્યું હતું. જેના કારણે રદ્દ થયેલી 500 અને 1000ના દરની ચલણી નોટો બદલાવી નવી નોટો લોકોએ મેળવી હતી. પરંતુ કાળા નાણાંને હજી પણ સાચવીને બેસેલા લોકો તેને સગેવગે કરી રહ્યા છે.

નવસારી શહેર અને જિલ્લામાં સમયાંતરે આવા કિસ્સાઓ બની રહ્યા છે, ત્યારે વાંસદા તાલુકાના ઉનાઈ ગામેથી નવસારી તરફ આવતા અબ્રામા ગામ નજીક રૂપિયા 6,90,000 હજારની 500 અને 1000ના દરની જૂની ચલણી નોટ સાથે જલાલપોર પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જે નોટ ક્યાંથી આવી અને કોને પહોચાડવાની હતી તેની તપાસ પોલીસના ઉચ્ચઅધિકારીઓ કરી રહ્યા છે.

Latest Stories