અરવલ્લી : રાજપુર ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, પાણી લેવા મહિલાઓની લાંબી કતાર લાગી...

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામમાં લગભગ 400 જેટલા મકાનો છે,

New Update
અરવલ્લી : રાજપુર ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, પાણી લેવા મહિલાઓની લાંબી કતાર લાગી...

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજપુર ગામમાં છેલ્લા 5 વર્ષથી ગ્રામજનોને પાણીની સમસ્યા સતાવી રહી છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની યોજનાથી વંચિત ગ્રામજનોએ પાણી મળે તેવી ઉગ્ર માંગ કરી છે.

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજપુર ગામમાં લગભગ 400 જેટલા મકાનો છે, જ્યાં 1500થી 2000 લોકોની વસ્તી રહે છે. આ વિસ્તારના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે. દરરોજ વહેલા ખેત મજૂરીએ જવું પડે છે, ત્યારે આ વિસ્તારમાં પાણીની ભારે પારાયણ જોવા મળી છે. રહીશો મહિલાઓને પાણી માટે દર દર ભટકવું પડે છે. મહિલાઓ ઘરનું કામકાજ, બાળકોને શાળા-કોલેજ મોકલવા આ તમામ કામ છોડી વહેલી સવારથી પાણી પાછળ થઈ લાગવું પડે છે. સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે પાણી પુરવઠાની એસકે-2, એસકે-3 યોજના હેઠળ પાઇપલાઇન અને સંપ દ્વારા પાણી પહોંચાડ્યાના પોકળ દાવા કરવામાં આવ્યા છે, ત્યારે આ વિસ્તારની જનતાને પાણી મળે તેવી બહેરા તંત્ર સમક્ષ સ્થાનિકોની માંગ છે.