Blog By ઋષિ દવે : બીજી માં, સિનેમા, ટેંહુક...એની મરજી સરઆંખો પર : 3 એક્કા

ફરી એકવાર ગુજરાતી ફિલ્મ "3 એક્કા" ના પ્રોડ્યુસર આનંદ પંડિતે કમાલ કરી.

New Update
Blog By ઋષિ દવે : બીજી માં, સિનેમા, ટેંહુક...એની મરજી સરઆંખો પર : 3 એક્કા

ફરી એકવાર ગુજરાતી ફિલ્મ "3 એક્કા" ના પ્રોડ્યુસર આનંદ પંડિતે કમાલ કરી. ગુજરાતી ફિલ્મના ત્રણ અભિનેતા મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવી એમની સાથે ત્રણ અભિનત્રી ક્રમાનુસાર કિંજલ રાજપ્રિયા, ઈશા કંસારા, અને તર્જીની ભદલા, આ છ જણાએ ભાઈબંધી માટે કઈ હદ વટાવીને કુરબાની આપી શકાય એની અસરદાર રજૂઆત "3 એકકા"માં કરી છે.

જુગાર, ધુમ્રપાન, શરાબનું સેવન હાનિકારક છે, એને પ્રોત્સાહન આપવાનો, કે એનો પ્રચાર કરવાનો ફિલ્મના નિર્માતા કે કલાકારોનો પ્રયાસ નથી એવું લખાણ વોઈઝ ઓવર સાથે ફિલ્મના પ્રારંભમાં મુકવામાં આવ્યું છે. શ્રાવણ માસ અને તેમાં જન્માષ્ટમી શ્રીકૃષ્ણના નામે ચરી ખાતા જુગારીયાઓને માટે ઉત્સવ, જન્માષ્ટમી અને ભાઇબંધીને એકરૂપ કરી પ્રેમ પામવા એક પછી એક નુસખા અજમાવતા મિત્રોની જુગલબંધી હાસ્ય, કરુંણ, બીભત્સ, શૌર્ય, શૃંગાર અને ભક્તિ રસ પીરસે છે.

ફિલ્મને જુઓ અને આ શબ્દો વાગોળતા જાવ.

* ભટકાલે ને રાહ બતાવે ભગવાન, ભટકેલને વધુ ભટકાવે ભાઈબંધ

* કોમનમેન માંથી સુપરમેન ક્યારે બની ગયો એની ખબર જ ન પડી

* કિસ્મતને દાવ પર લગાડવાની હિમ્મત હોય તેને કિસ્મત પણ સાથ આપે

* તું બોલવામાં મોડું કરે તો મારે સમજવામાં વહેલું કરવું પડે ને

* તમે જેવા છો, એવા મને ગમો છો

* સપનાઓને માપ નહિ પાંખ હોય છે.

* થોડું વહેલું, પણ વહેલું

*થોડું મોડું બહુ મોડું થઇ જશે.

* લત અને લક્કી આજથી મૂકી દીધા.

* લક પર ભરોસો છે ને, તું મને લક નહિ ભરોસો આપી શકશે.

* યુ ડિસાઈડ, 50 લાખનું વેડિંગ કે વરરાજા ?

* પુરાઈ છે બકરી, ફાડી ને નીકળશે ચિત્તો

* કલાકના કાંટાની જેમ નહિ, સેકન્ડના કાંટાની જેમ આગળ દોડવાનું છે.

* ગોવર્ધન ટી પેલેસ

* પ્રવચન નથી જોઈતું પૈસા જોઈએ છે.

* ભારે છે શનિ

*તોય આટલી ટણી

* તણખાને આગ બનવાની પરવાનગી નથી.

* મારી આંખો તો ઓકાત સ્કેનર છે.

*ખિલાડી જ ખિલાડીની ઈજ્જત ન કરે તો કોણ કરશે?

* અડધામાંથી અધધ કરવાની જવાબદારી મારી

* શેર માર્કેટ સાદે તો - હર્ષદ મહેતા

*ન સદે તો નરસિંહ મહેતા

* અંગુઠા વગરની જીવવાની આદત પાડું છું.

* બાબા ભાઈબંધી માટે જુગાર રમશે.

* પતિ પર વિશ્વાસ ન કરવો, ઘરે ખાય અને બહાર મોં મારે

* કોઈ એવા શરીફનું ઘર કે પરમાત્માને પણ ડાઉટ ના પડે

* આંખને ઉપર કરું તો આવવાનું, નીચે કરું તો પડી જવાનું.

* ગુપ્ત ગુરુજીએ ધંધો, જુગાર અને લગ્નમાં ભાગીદારી કરવાની ના પાડી છે.

* લો ! જરા ગળૂ ભીનું કરો

* ઓ ભાઈ એ ઢીંગલી થઈ જશે.

* જીજાજી છે ને ! ભગવાનના માણસ છે એમને તો ધાણાની દાળનું પણ વ્યસન નથી

* દામુ ભાઈનો ડર નથી,

માનસીને ખોવાનો ડર છે.

આ પહેલું ઇન્વિટેશન છે,

સંભાળી લેજો,

(કંકોત્રી શ્રીકૃષ્ણની મૂર્તિના ચરણોમાં મૂકી કલરવ ઉર્ફે કલર બોલે છે.)

* હારી તો બંને ગયા છે.

હાર માનશે તો તને જીતશે,

ભૂલ માનશે તો જિંદગી જીતી જશે

શ્રી કૃષ્ણની મૂર્તિ સામે બે હાથ જોડીને પ્રાર્થના કરે છે.

હેપી બર્થડે

ગોવર્ધન પર્વત માથે ઉપાડવો છે.તમારા જન્મદિને - કલરવ ઉર્ફે કલર આ નાદાન ભક્ત જે માંગે તે આપજે - કબીર ઉર્ફે બાબા

ભગવાન કલરના પ્રોબ્લેમ સોલ્વ કરજે.

એકની એક બૈરી પિયર ગઈ છે તેને પાછી ના મોકલતો - ભાર્ગવ ઉર્ફે ભૂરિયો

* મજા માટે નહિ મજબૂરી માટે રમુ છું

* તમને ના સમજે તો તમે સમજાવી દેજો

* ખેલાડીનો કોડવર્ડ : ટેંહુક

* અરે વાહ! બહાર થી અમદાવાદ અને અંદર થી લાસવેગાસ

* અશ્વિન એપલ, સફરજનના વેપારી છો સફરજનવાળા ફોનનો વેપાર છે.

* આપણા ફ્યુચર માટે, ભાઈબંધી માટે કરવું પડ્યું છે.

એટલે તું ફરી જૂઠું બોલીશ,

આજ પછી બ્લેક એન્ડ વાઈટ વાત કરીશ. સીધે સીધી કોઈ કલર નહિ. પ્રોમિસ

દર્શકો થિયેટરમાંથી બહાર નીકળતા ટેંહુક...ટેંહુક...ટેંહુક...બોલતા કાને પડે એજ આ ફિલ્મની સફળતા છે. રાજેશ શર્માના દિગ્દર્શન અને ચેતન દૈયા તથા પાર્થ ત્રિવેદીની પટકથાને સો સો સલામ....અચૂક જોજો...

Latest Stories