Connect Gujarat
બ્લોગ

બ્લોગ By ઋષિ દવે : શ્રાધ્ધ પક્ષમાં સાચું તર્પણ નાટ્યાંજલિ સ્વરૂપે નાટક હાઉસફૂલ અર્પણ

બ્લોગ By ઋષિ દવે : શ્રાધ્ધ પક્ષમાં સાચું તર્પણ નાટ્યાંજલિ સ્વરૂપે નાટક હાઉસફૂલ અર્પણ
X

શુક્રવાર, તા.૧૩ મી ઓક્ટોબર, ૨૦૨૩ રાત્રે ૯.૦૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન, ભરૂચમાં સ્વ. શ્રી કિરણ બિનીવાલેને સ્મરણાર્થે શ્રવણ વિદ્યાધામ આયોજીત સહકુટુંબ માણવા જેવું સામાજીક કોમેડી નાટક હાઉસફૂલ જોયું, ગમ્યું.

પાત્રવરણી :

વૈભવ બિનીવાલે : અરવિંદભાઈ નગીનભાઈ ત્રિવેદી :

એમ. એ. એમ. એડ. નિવૃત્ત શિક્ષક. જક્કી, ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાનો નશો એવો તો માથે ચઢેલો કે ગુસ્સો સાતમા આસમાને ધગધગે. હાઇ ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ઘર કરી ગયેલા. દાદાજી ભોળા પણ ભોટ નહિં. દેશપ્રેમી, ક્રિકેટના શોખીન. વૈભવ બિનીવાલેએ ઉત્તમ અભિનય કર્યો છે. આપને ખૂબ ખૂબ અભિનંદન.

રૂબી ઠક્કર : મનોરમા

બી. એ. બી. એડ. નિવૃત્ત પ્રાયમરી શિક્ષિકા. પતિ પરમેશ્વર હોય છે એવુ કમને માનતી મહિલા રણચંડી બને. ત્યારે જોવાજેવી થાય. શરીરની સ્થૂળતાને પોઝીટીવ રૂપે અભિનયમાં ઓગાળવાની ક્ષમતા સરસ...ખૂબ સરસ... જય હો દાદીમા

પ્રશાંત સાળુંકે : જયેશ પારેખ :

કુરિયરમેન. આપની એન્ટ્રી, એક્ઝીટ અને એક્ટીંગ પર સૌને પેટ પકડીને હસાવ્યા.

રાજેશ પરમાર : નાનુ ભાભોંર :

કડિયો. પરણેલો. ઘરવાળી રાજી, ડુંગરવાળી રાજી. પહેલા માણસ થાવું જરૂરી છે. એની તળપદી બોલી નાટકને જબરદસ્ત વળાંક અને સંદેશ આપે છે.

મનાલી : ધ્રુવી સોની :

ધો. ૧૨ માં ભણે. દાદા અત્યંત પ્રેમ કરે મનાલીને. માતા પિતા એને ડૉક્ટર બનવાનું કહે. દાદાજી આઈ.એ.એસ. બનવાનું સ્વપ્ન બતાવે. એને કથ્થક ડાન્સર બનવું હોય છે. આજની પેઢીને આબેહુબ રીપ્રેઝન્ટ કરતું પાત્ર. સુંદર અભિનય.

પૂર્વી ભટ્ટ : મેઘના દેસાઈ :

ભારતીય કુટુંબ વ્યવસ્થા પર રીસર્ચ કરવા અમેરિકાથી ભારત આવે છે. રીસર્ચ કરતાં કરતાં દાદાનું માનસ પરિવર્તન કરે છે. રંગભૂમિને વધુ એક પ્રોમીસિંગ પાત્ર મળવાની પૂરેપૂરી સંભાવના.

એકતા :

ફાઈન આર્ટસ્ માં ભણી પેઈન્ટર બનવું હતું. પિતાએ વિરોધ કર્યો. સાયન્સ ગ્રેજ્યુએટ થઈ. પ્રેમમાં પડી, ઈન્ટરકાસ્ટ મેરેજ કરી અમેરિકા ચાલી ગઈ. પિતા સાથે ૩૬ નો આંકડો રહ્યો. આ કેરેક્ટરને તમે તમારી સાથેના નાટક જોયા પછી ઘરે લઈ જઈ શકશો.

દાદાને ક્રોસવર્ડ ભરવાનું વળગણ. જે નાટકને મદદરૂપ બને છે.

• ક્રોસવર્ડ: ખામી (૩ અક્ષર) - ઉણપ

• છ અક્ષરનું નામ. - મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ના કવિ છ અક્ષરનું નામ. – રાવજી પટેલ.

• લંકાની લાડીને‌‌‌‌‌‌______ નો વર (બે અક્ષર) - ઘોઘા

• ડાંગ જિલ્લાનું મુખ્ય મથક (૩ અક્ષર) – આહવા

• રાષ્ટ્રીય શાયર (૫, ૩ અક્ષર) - ઝવેરચંદ મેઘાણી

• બિહારનું પાટનગર (૩ અક્ષર) – પટણા.

યાદગાર ફિલ્મી ગીતો :

• એક પ્યાર કા નગમા હૈ, મોજો કી રવાની હૈ

જિંદગી ઓર કુછ ભી નહિ, તેરી મેરી કહાની હૈ

મનોજકુમાર નંદા

• તુમ સાથ ન દો મેરા, ચલના મુઝે આતા હૈ

હર આગ સે હું વાકેફ, જલના મુઝે આતા હૈ

• કાંટો સે ખીંચકે યે આંચલ, તોડ કે બંધન બાંધી પાયલ

વાહેદા રહેમાન. દેવાનંદ, ગાઈડ

• પંછી બનુ ઉડતી ચલુ આજ ગગન મેં

આજ મેં આઝાદ હૂં દુનિયા કે ચમન મેં, હિલ્લોરી...

• ચલ અકેલા ચલ અકેલા ચલ અકેલા

તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા

‘હાઉસફૂલ’ નાટકના સ્મરણપટ પર અંકિત થયેલા દ્રશ્યોના અંશો અને સંવાદ:

• જા, જા. હવે તારા બાપને કહી દેજે.

તારો જશવંત ઉધારીમાં પાનના ગલ્લે માવો ખાય છે. એને શું ખબર બાબર આઝમ સારો બેટ્સમેન કે વિરાટ કોહલી ? અનુષ્કાએ કંઈ એમને એમ કોહલીને પસંદ કર્યો હશે. જા જઈને એને પૂછ એ કેવો બેટ્સમેન છે ?

• લક્ષ્મી પગે ના લાગે, લક્ષ્મી હગ કરે.

• કુસુંબીનો રંગ. દાદાજી ડાયરાના ગાયકની અદામા લલકારીને દર્શકોના મન જીતી લે છે.

• નમે તે સૌને ગમે. ખુશ રહો. વડીલોનું કહ્યું માન જે.

• હું wish કરું કે વડીલો અમારું કહેલું માને.

• જે વાત કહેતા મને ભાર પડે છે, એ વાત તું બહુ જ હળવેથી કહી દે છે.

• સેન્સ ઓફ હ્યુમર, સરસ છે. જેવો સંગ એવો રંગ.

• સ્ત્રી આખી જિંદગી ઢસેડા કરે છે જેની પતિને ક્યાં કિંમત હોય છે.?

• બૈરાની બુધ્ધિ પગની પાનીએ.

• હંમેશા પોતનો વિચાર જ કર્યો છે. કદી બીજાની ખુશીનો વિચાર કર્યો છે તમે ?

• India is developing country. Developing in technology only આચાર વિચાર, લાગણી સંબંધોમાં ઠેરના ઠેર. હજી પણ ગાયને માતા કહે અને માતાને વૃધ્ધાશ્રમમાં મુકે.

• રમતમાં લાગણી અને લાગણીમાં રમત રમે.

• ભારતમાં જે સ્ત્રી સંતાનને જન્મ આપતી નથી એ તેનો મોટો ગુન્હો ગણાય. પ્રાયમરી સ્કૂલની હું શિક્ષિકા, મને વાલીઓ વાંઝણી કહે. તું શું જાણે સંતાનનું સુખ કહી ટોણો મારતાં.

• કેવું ડબલ સ્ટાન્ડર્ડ છે તમારું એક બાજુ સ્ત્રીને શક્તિ, દેવી કહો છે. જગદંબા, મહાકાલી, સર્જનહારી મર્દાની અને બીજી બાજુ એને ચાર દિવાલોમાં પૂરી રાખો છો.

• અને પેલા જશવંતનો છોકરો..... મોબાઈલમાં ગેમ રમતો હતો. મેં કહ્યું અલા એના કરતા મેદાનમાં ગેમ રમ. તો કહે કાકા તમે ‘વોક કરો’ ટોક ના કરો.

• મને કકડીને ભૂખ લાગી. મેં એને ૨૦ રૂપિયા આપી કહ્યું જો ખમણ લઈ આવ. તો મને કહે ૩૦ રૂપિયા આપો. મેં કહ્યું ૧૦ વધારાના શાના ? તો કહે ૨૦ રૂપિયા ખમણના અને ૧૦ રૂપિયા ડિલીવરીના. મે કહ્યું ચાલતી પકડ. તો મને કહે- મખ્ખીચૂસ, કંજૂસ.

• લો, કુરિયર, જયેશ અંદર તો આવ, બેસ. ના, તમે જલ્દી સહી કરો, જયેશ માટે પાણી લાવજો... નાના આજે તો પાણીની બોટલ સાથે જ લાવ્યો છું.

• ભાઈ ઊભા ઊભા કાગળ પર સહી નહી થાય. મારે બેસવું પડશે.

• ઘૂંટણ ખલાસ થઈ જાયને તો બદલાવી શકાશે, પણ મગજ કાણું કરતાં નહિં. તમે તો મગજ પર બળાત્કાર કરો છો.

• હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી.

• ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.

• મનોજકુમાર અને નંદા. નંદા મને બહુ ગમતી’તી. તો, એને જ લાવવી’તી ને. મારે બદલે નંદા દવા આપતી હોત.

નંદાને લાવ્યો હોતને તો દવા જ લેવી પડતે નહિં.

• અમેરિકામાં પતિઓ વીક એન્ડ માં જ ઘરે આવે. બહુ સારી વ્યવસ્થા કહેવાય.

• જો બહેન ગુજરાતમાં પ્રોહિબિશન છે. એટલે લીકર જાહેરમાં મળે નહિં. તારે જોઈતું હોય તો વ્યવસ્થા થઈ જશે, જે મળે તે પી નાંખવાનું.

પોલીસ પકડી જાય તો ?

ગુજરાતમાં પોલીસ પકડે નહિં. એ પૈસા અને બાટલી લઈ જાય.

• મેં એને અભણમાંથી સાક્ષર બનાવી.

• વ્યક્તિની ઈચ્છા હોય તો એ ધારે એ કરી શકે.

• એકતા, અમે તને લેવા અમેરિકા આવીશું. લગ્ન વખતે કન્યાવિદાય તો કરી શક્યાં ન’હતા. પણ, આ ઘરમાં પાછી લાવીને ઘરનો ખાલીયો છલોછલ ભરી દઈશું.

• બા, તમે બાપ અને દીકરી વચ્ચે સેન્ડવીચ બનવાને બદલે પુલ બનવાનું કામ કર્યું હોત તો આ ઘરમાં ખાલીપાનો અહેસાસ થાત નહિં.

• મોદી સાહેબે જ્યારેથી ૩૩ ટકા મહિલા અનામતની વાત કરી છે ત્યારથી મહિલાઓમાં પાવર આવી ગયો છે.

• મધ હોય ત્યાં મધમાખી આવે જ.

• હાઈ ડાયબીટીશ લોહીમાં છે તે સુગર બનીને જીભમાં ક્યારે આવશે.

• એને પૂછ ! તંબૂરા ને તાનપૂરામાં ફર્ક હોય છે તેની ખબર પડે છે ?

• હેન્ડ્પંપની જેમ ઊખાડી દીધો હોત !

• મનાલી શિમલા અહીં છે, એટલે શાંતિ છે ? પંજાબ તારાસિંઘ ક્યાં છે ?

• સીગમંડ ફોઈડના તારણ મુજબ બે પ્રકારના વ્ય્કતિ હોય છે :

એક : જેવા છે તેવા દેખાય. બીજા : દુનિયાને દેખાડે કંઈ ને હોય કંઈ.

• નિર્માતા પંકજ ભટ્ટ અને લેખક દિગ્દર્શક કિરણ પાટીલને અભિનંદન.

• વેશભૂષા, રંગભૂષા, સેટ ડિઝાઈન અને સંગીત ચારેયનાં કસબીઓને ખૂબ ખૂબ

અભિનંદન. પડદો ખૂલેને તાળી પડે, દરેક દ્રશ્યના અંતે તાળી પડે. મધ્યાંતર

પહેલા પછી તાળી પડે અને નાટક્ના અંતે પાત્ર પરિચય વખતે સ્ટેન્ડિંગ

અવેશન અપાય એજ નાટકની સફળતા પૂરવાર કરે છે.

Next Story