Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર: પ્રગતિશીલ ખેડૂતે અંજીરની ખેતી કરી,મબલખ ઉત્પાદન મેળવ્યું

ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા પોતે વારસાગત વ્યવસાય ખેતી છે. અત્યાર સુધી મેં કપાસ, તલ વગેરે પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી છે.

X

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી અંજીરની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ મકવાણા પોતે વારસાગત વ્યવસાય ખેતી છે. અત્યાર સુધી મેં કપાસ, તલ વગેરે પાકોની ચીલાચાલુ ઢબે ખેતી કરી છે. પરંતુ આ પાકોમાં ભાવ બહુ ઓછો મળતા હું થોડો ચિંતામાં રહેતો હતો. મને ખેતીમાં નવતર પ્રયોગો કરવાનો શોખ એટલે અંજીરની ખેતી શરૂ કરી સરકારના બાગાયત વિભાગની યોજના અંતર્ગત સરકાર તરફથી પ્રથમ વર્ષે રૂ.18,000ની સહાય મળી હતી. આ ઉપરાંત, અંજીરની ખેતી મૂલ્યવર્ધક બને તે માટે મને સહકાર અને ટેકનીકલ માર્ગદર્શન પણ મળ્યું છે. પ્રવીણભાઈ મકવાણા તેમની 100 વીઘા જમીનમાં છેલ્લા ઘણા વર્ષથી કપાસ, તલ, તુવેર, શાકભાજી, ટેટી વગેરે જેવા પાકોની ખેતી કરે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગના આગ્રહી પ્રવીણભાઈએ આ વર્ષથી અંજીરની ખેતી શરૂ કરી છે. અંજીરની ખેતી વિશે વાત કરતા પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, મને ખેતીક્ષેત્રે કઈક નવું કરવાનો વિચાર અને ઉત્સાહ પહેલેથી જ હતો. આથી મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અંજીરની ખેતી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી. માહિતી મેળવ્યા બાદ મેં રોપા દીઠ રૂ.80થી 85ના ભાવ વાળા ડાયના વેરાયટી - ટીશ્યુ કલ્ચરના 1,000 અંજીરના રોપા હૈદરાબાદથી મંગાવ્યા હતા. મારા માટે અંજીરની ખેતી ફાયદાકારક રહી ગત વર્ષે મેં આ અંજીરની ખેતી કરી હતી. મને પહેલા વર્ષે ઉત્પાદન ઓછું મળ્યું ત્યારે છોડ નાના હતા. ત્યારે મને એક છોડ દીઠ એક કિલોનું ઉત્પાદન મળ્યું હતું. જ્યારે આ વખતે મને એક છોડ દીઠ ચાર કિલોની આસપાસ મળે તેવી આશા છે. અને ગત વર્ષ કરતા ભાવ પણ વધુ મળે છે.અગાઉના અલગ-અલગ પાકોની ખેતી માટેના ખર્ચની સામે મને પૂરતું વળતર મળ્યું ન હતું.પરંતુ મને આશા છે કે, આ અંજીરના પાકના કારણે મને વધુ વળતર મળશે.

Next Story