અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નીચે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો વિકૃર હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચેથી અંકલેશ્વર તરફ જતા નદીકિનારે ઝાડીઓમાંથી અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.નદીકિનારે ઝાડીઓમાં મૃતદેહ નજરે પડતા સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.હાલ અજાણ્યા પુરુષની ઓળખ તેમજ મૃતદેહ કેટલા સમયથી ત્યાં હતો તે સહિતના મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષે ઝાડીઓમાં ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
