બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીનાં પતિ રાજ કૌશલનું હાર્ટ અટેકને લીધે અવસાન થયું છે. આજે સવારે હાર્ટ અટેક આવતા ફિલ્મમેકર રાજ કૌશલે દુનિયાને અલવિદા કહ્યું. રાજ કૌશલના ખાસ મિત્રએ આ ન્યૂઝ કન્ફર્મ કર્યા છે. સવારે 4:30 વાગ્યે હાર્ટ અટેક આવ્યો અને હોસ્પિટલ લઈ ગયા ગયા પહેલાં જ ઘરે અંતિમ શ્વાસ લીધા.રાજ કૌશલ પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર હતો. તેણે કરિયરની શરુઆત એક્ટર તરીકે કરી હતી. રાજ કૌશલની અચાનક વિદાયથી બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે. મંદિરાએ પ્રેમનાં પ્રતિકનો દિવસ એટલે કે વેલેન્ટાઈન્સ ડેના દિવસે લગ્ન કર્યા હતા.14 ફેબ્રુઆરી, 1999ના રોજ તેણે ફિલ્મમેકર રાજ કૌશલ સાથે ફેરા ફર્યા. તેના દીકરાનો જન્મ 19 જૂન, 2011ના રોજ થયો હતો. કરિયર માટે મંદિરા લગ્નના 11 વર્ષ પછી માતા બની હતી. તેણે દીકરાનું નામ વીર રાખ્યું છે. એ પછી મંદિરાએ જુલાઈ 2020માં એક દીકરી દત્તક લીધી અને તેનું નામ તારા રાખ્યું છે.