બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પતિ અને બ્રિટન શાહી પરિવારમાં લાંબા સમય સુધી સેવા આપનાર પ્રિંસ ફિલિપનું 99 વર્ષની વયે અવસાન થયું છે. ફિલિપ મહારાણીને 65 વર્ષ સુધી મદદરૂપ રહ્યા હતા, તેઓ વર્ષ 2017માં જાહેર જીવનમાંથી નિવૃત થયા હતા અને ત્યારબાદ મોટાભાગે જાહેરમાં ઓછા જોવા મળતા હતા.
બકિંગહામ પેલેસના અધિકારીઓએ માહિતી આપી હતી કે મહારાણી એલિઝાબેથ-દ્વિતીયના પતિ પ્રિન્સ ફિલિપનું અવસાન થયું છે. ફિલિપ આ વર્ષની શરૂઆત થઈ ત્યારથી એક મહિના સુધી હોસ્પિટલમાં હતા. ફિલિપ ગ્રીક રોયલ ફેમિલિના સભ્ય હતા અને તેમનો વર્ષ 1921માં કોર્ફુના ગ્રીક આઈસલેન્ડ પર જન્મ થયો હતો.