ત્રણ જ દિવસમાં 34 અબજ ડોલર ઊડી ગયા,અદાણીને ભારે નુકશાન,10 અમીરોની યાદીમાંથી બહાર

હિંડનબર્ગના રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માં એક ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું છે

ત્રણ જ દિવસમાં 34 અબજ ડોલર ઊડી ગયા,અદાણીને ભારે નુકશાન,10 અમીરોની યાદીમાંથી બહાર
New Update

હિંડનબર્ગના રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માં એક ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું છે. ત્રણ દિવસમાં તેમના ગ્રુપની કંપની 34 અબજ ડોલરનું નુકસાન થયું છે. એટલું જ નહીં બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં પણ ગૌતમ અદાણી ટોપ 10 ધનિકોની યાદી માંથી બહાર થઈ ગયા છે.બિલિયોનેર ઇન્ડેક્સમાં અદાણી ચોથા સ્થાને થી 11 માં સ્થાને પહોંચી ગયા છે અને તેમના ગ્રુપ કંપનીઓના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અનુમાન છે કે ટૂંક સમયમાં ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ નો ખિતાબ પણ ગુમાવી શકે છે. ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 84.4 અબજ ડોલર પર પહોંચી ચૂકી છે. તેઓ હવે રિલાયન્સના માલિક મુકેશ અંબાણી થી માત્ર એક જ નંબર ઉપર છે.

અંબાણીની કુલ સંપત્તિ 82.2 મિલિયન ડોલર છે 25 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ અંગે 32 હજાર શબ્દો નો એક રિપોર્ટ જારી રહ્યો હતો. રિપોર્ટના તારણોમાં 88 પ્રશ્નોને સામેલ કર્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ વર્ષમાં શેરની કિંમતો વધવાની અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિ એક અરબ ડોલર વધારે 120 અરબ ડોલર થઈ ગઈ છે. આ દરમિયાન જૂથની 7 કંપનીઓના શેર સરેરાશ 819 ટકા વધ્યા છે

#Connect Gujarat #bussiness news #GautamAdani #nathan anderson #Hindenburg Report #બિલિયોનેર ઇન્ડેક્સ #Billionaire Index #અદાણી ગ્રુપ #Sher Market #Sher Bazar #Gautam Adani Networth
Here are a few more articles:
Read the Next Article