New Update
અગ્રણી વૈશ્વિક ઉદ્યોગ રેન્કિંગ અને આંકડાકીય પોર્ટલ સાથેના સહયોગમાં તૈયાર કરવામાં આવેલી દુનિયાની પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ કંપનીઓની 2024ની TIMEની યાદીમાં અદાણી ગ્રૂપને ગૌરવવંતુ સ્થાન આપી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સન્માન કર્મચારીઓના સંતોષ, આવક વૃદ્ધિ અને ટકાઉપણા માટે ગુજરાતના અદાણી સમૂહની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ઉજાગર કરે છે.આ અદાણી સમૂહનો કઠોર પરિશ્રમ અને તેના હસ્તકના તમામ વ્યવસાયોમાં સીમાઓને ઓળંગીને આગળ વધારવા અને શ્રેષ્ઠતા પહોંચાડવાના સતત પ્રયાસોનું આ બહુમાન વધુ એક પ્રતિતી કરાવે છે.
2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની આ યાદી ત્રણ મુખ્ય પરિમાણોમાં સખત વિશ્લેષણને આધારે તૈયાર કરવામાં આવી છે,જેમાં કર્મચારીનો સંતોષ,આશરે 170,000 સહભાગીઓ સાથે 50 થી વધુ દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો, કામકાજની સ્થિતિ, પગાર, સમાનતા અને કંપનીની સમગ્ર છાપના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા આવક વૃધ્ધિના પરિમાણ અંતર્ગત 2023માં US$100 મિલિયનથી વધુ આવક અને 2021 થી 2023 સુધીની વૃદ્ધિ દર્શાવતી કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.તેમજ ટકાઉપણા(ESG)ના માપદંડ અંતર્ગત સ્ટેટિસ્ટાના ESG ડેટાબેઝ અને લક્ષિત સંશોધનમાંથી પ્રમાણિત ESG KPIsના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે આ મૂલ્યાંકનમાં અદાણી પોર્ટફોલિયોની અગિયારમાંથી આઠ લિસ્ટેડ કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી, જે સમગ્ર અદાણી સમૂહના વ્યાપક સર્વાંગી પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. અન્ય ત્રણ લિસ્ટેડ કંપનીઓ આ આઠ કંપનીઓની પેટાકંપની છે.માન્યતા પ્રાપ્ત કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિ., અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ., અદાણી ગ્રીન એનર્જી લિ., અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ., અદાણી ટોટાલ ગેસ લિ., અંબુજા સિમેન્ટ્સ લિ., અદાણી પાવર લિ. અને અદાણી વિલ્માર લિ.નો સમાવેશ થાય છે.
Latest Stories