ઓલ ટાઈમ હાઈ બાદ માર્કેટમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 755 પોઈન્ટ તૂટયો

સેન્સેક્સ 755.48 પોઈન્ટ અથવા 0.93 ટકા ઘટીને 80,587.98 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 275.20 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઘટાડા સાથે 24,525.60 પર આવી ગયો છે.

New Update
share MKT

19 જુલાઈના રોજ, શેરબજારના બંને સૂચકાંકો તેમના નવા સર્વોચ્ચ સ્તરે ખુલ્યા અને પછી બજાર ઘટ્યું.

સેન્સેક્સ 755.48 પોઈન્ટ અથવા 0.93 ટકા ઘટીને 80,587.98 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 275.20 પોઈન્ટ અથવા 1.11 ટકાના ઘટાડા સાથે 24,525.60 પર આવી ગયો છે.

ચાર દિવસના શાનદાર ઉછાળા બાદ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારોમાં નબળા વલણ બાદ રોકાણકારોએ નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘટાડાએ પણ બેન્ચમાર્કને નીચે ખેંચી લીધો.

સેન્સેક્સમાં ટાટા સ્ટીલના શેરમાં 5 ટકાથી વધુ અને JSW સ્ટીલના શેરમાં પણ લગભગ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે ટાટા મોટર્સ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પણ લાલ નિશાનમાં બંધ થયા છે.

IT કંપનીઓ ઇન્ફોસિસે ગુરુવારે જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ સાથે આઈટીસી, એશિયન પેઈન્ટ્સ અને એચસીએલ ટેક્નોલોજીસના શેર પણ જોરદાર બંધ થયા છે.

Latest Stories