શરૂઆતી ઉછાળા પછી બજાર ઘટ્યું, સેન્સેક્સ 41 પોઈન્ટ અને નિફ્ટી 26 પોઈન્ટ ઘટ્યો.!

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે 31 ઓગસ્ટ ગુરુવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું.

New Update
શરૂઆતી ઉછાળા પછી બજાર ઘટ્યું, સેન્સેક્સ 41 પોઈન્ટ અને નિફ્ટી 26 પોઈન્ટ ઘટ્યો.!

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે 31 ઓગસ્ટ ગુરુવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. પરંતુ બાદમાં 30 શેરો ધરાવતો સેન્સેક્સ 41 પોઈન્ટ અથવા 0.06 ટકા ઘટીને 65,046 પોઈન્ટ અને નિફ્ટી 26 પોઈન્ટ અથવા 0.13 ટકા ઘટીને 19,321 પોઈન્ટ પર આવી ગયો હતો.

બેન્ક નિફ્ટીમાં આજે પણ ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ છે. બેન્ક નિફ્ટી 150 પોઈન્ટ ઘટીને 44,102 પર ટ્રેડ કરી રહ્યો છે. BSE મિડ કેપ 9 પોઈન્ટ વધીને 31,216 પર જ્યારે BSE સ્મોલ કેપ 123 પોઈન્ટ વધીને 36,975 પર ટ્રેડ થઈ રહ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મોટાભાગના સેન્સેક્સ શેરો શરૂઆતના કલાકોમાં સકારાત્મક ઝોનમાં હતા, જેમાં Jio ફાયનાન્સિયલ સર્વિસિસ 4.98 ટકા જેટલો વધી રહ્યો હતો, જ્યારે મારુતિ સુઝુકી અને એક્સિસ બેન્કમાં 1 ટકાથી વધુનો વધારો થયો હતો. નિફ્ટીના 29 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, લાર્સન, એચયુએલ, સન ફાર્મા ટોપ લોઝર છે.

Latest Stories