/connect-gujarat/media/post_banners/efe1547d1ae6899b6fb8ad0888cf370af721adf348b84f712db6a63326e1acfc.webp)
બે દિવસ સુધી તેજી કર્યા બાદ ભારતીય શેરબજાર ફરીથી વૈશ્વિક બજારના દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસરને કારણે બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ગયા અઠવાડિયે સતત ચાર સત્રોમાં સેન્સેક્સ લગભગ 2,000 પોઈન્ટ્સ નીચે આવ્યો હતો, પરંતુ આ સપ્તાહે બે સેશનમાં લગભગ 1,000 પોઈન્ટ્સ વધ્યો હતો. અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 361 પોઈન્ટ વધીને 60,927 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 118 પોઈન્ટ વધીને 18,132 પર પહોંચ્યો હતો.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60927.43ની સામે 115.91 પોઈન્ટ ઘટીને 60811.52 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18132.3ની સામે 47.55 પોઈન્ટ ઘટીને 18084.75 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 42859.5ની સામે 125.90 પોઈન્ટ ઘટીને 42733.6 પર ખુલ્યો હતો.
આજના કારોબારમાં બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. આઈટી શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ લગભગ 0.8 ટકા નબળો પડ્યો છે. બેન્ક, ફાઇનાન્શિયલ અને ઓટો ઇન્ડેક્સ પણ નબળા પડ્યા છે. ફાર્મા ઇન્ડેક્સ સપાટ છે. મેટલ, રિયલ્ટી અને એફએમસીજી ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં છે.