/connect-gujarat/media/post_banners/d729e9839070d4c2f5b49875ce04f1162d81f454f4e119d2acf9b0f6166a5eb1.webp)
સ્મોલ ફાઇનાન્સ બેંક બંધન બેંકના બોર્ડે જણાવ્યું હતું કે તેણે રાજીવ મંત્રીની ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) અને કી મેનેજરિયલ પર્સનલ (KMP) તરીકે તાત્કાલિક અસરથી નિમણૂકને મંજૂરી આપી છે. અભિજિત ઘોષ બેંકના ફાઇનાન્સ અને એકાઉન્ટ વિભાગના વડા રહેશે અને વરિષ્ઠ મેનેજમેન્ટનો પણ ભાગ હશે, એમ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે રાજીવ મંત્રી ભારત, સિંગાપોર અને યુએઈમાં બેન્કિંગ અને ફાઇનાન્સમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા અનુભવી બેન્કર છે. તેઓ ત્રણ વર્ષ સુધી સિટી ઈન્ડિયા ક્લસ્ટરના સીએફઓ હતા. બંધન બેંકે નિવેદનમાં કહ્યું કે આ પહેલા તેઓ ટ્રાન્સયુનિયન સિબિલ લિમિટેડમાં સીએફઓ હતા.