Connect Gujarat
બિઝનેસ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી AGM, મુકેશ અંબાણીએ ચંદ્રયાન-3ની સફળતાને યાદ કરી...

દેશની સૌથી મોટી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી એજીએમનું સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી AGM, મુકેશ અંબાણીએ ચંદ્રયાન-3ની સફળતાને યાદ કરી...
X

દેશની સૌથી મોટી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી એજીએમનું સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. Jio Financial Servicesના અલગ થયા બાદ આ AGMને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આમાં, કંપની ઘણા નવા ઉત્પાદનો લોન્ચ કરવાની સાથે વિસ્તરણની પણ જાહેરાત કરી શકે છે.

આ સિવાય રિટેલ બિઝનેસના IPO, વેલ્યુએશન અને Jioના IPO અંગે પણ કેટલાક અપડેટ આવી શકે છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સે છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી તેના બિઝનેસમાં ફેરફાર કર્યો છે. આ કારણોસર, રોકાણકારો બિઝનેસ વિસ્તરણ સંબંધિત જાહેરાત પર નજર રાખશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. બપોરે 12 વાગ્યાની આસપાસ, શેર 0.02 ટકાના ઉછાળા સાથે રૂ. 2,468 પર ટ્રેડ કરી રહ્યો હતો. અત્યાર સુધીના ટ્રેડિંગ દિવસ દરમિયાન શેર રૂ. 2,482ની ઊંચી સપાટીએ અને રૂ. 2,463ની નીચી સપાટીએ પહોંચ્યો છે.

Next Story