/connect-gujarat/media/post_banners/29ef8f0db838a3628e9d449bd63f252615eeacf5052488f35d46e0548f92b4e6.jpg)
ગુજરાતના ભરૂચ નજીક સયાખા જી. આઇ.ડી.સીમાં નવી અતિઆધુનિક ટેકનોલોજીનો પેન્ટા અને તેના આનુષાંગિક ઉત્પાદનો માટેનો અદ્યતન પ્લાન્ટ ભારત સહિત એશિયન બજારની માંગ ને પહોંચી વળવા કાર્યરત કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેઇક ઈન ઈન્ડિયા અભિયાન અંતર્ગત વર્ષ 2016 માં ભારત સરકાર સાથે એમઓયુ કર્યા હતા. પરસ્ટોપ ર્સ્વીડન સ્થિત સ્પેશિયાલિટી કેમિકલ્સ ઈનોવેટર છે જે એક અત્યાધુનિક, ISCC પ્લસ પ્રમાણિત ગુણવતા ધરાવતા પ્રોડક્ટ્સ નું ઉત્પાદન કરે છે.
પરસ્ટોપ દ્વારા એશિયામાં સાયખા પ્રોજેક્ટમાં અત્યાર સુધીનું સૌથી મોટું મૂડી રોકાણ કરાયું છે. આ પ્લાન્ટ માં 40,000 મેટ્રિક ટન પેન્ટેરીથ્રીટોલ અને 26,000 મેટ્રિક ટન કેલ્શિયમ ફોર્મેટ નું ઉત્પાદન થશે જે રંગ અને રસાયણ ઉદ્યોગો માટે મહત્વનુ રો મટીરીયલ છે. આ પ્રસંગે સ્વીડનના કોન્સ્યુલ જનરલ સ્વેન ઓટ્સબર્ગ, મલેશિયા નાં એમ્બેસેડર દેતો મુઝફ્ફર શાહ મુસ્તુફા, વાગરા નાં ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા સહિત દહેજ, વિલાયત, સાયખાનાં ઉદ્યોગ જગતનાં અને આસપાસનાં ગ્રામ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા