Connect Gujarat
બિઝનેસ

દેશમાં મોંઘી કારના વેચાણમાં મોટો ઉછાળો, અલ્ટ્રા લક્ઝરી કારના વેચાણમાં આવી 50% તેજી…

દેશમાં આ વર્ષે અલ્ટ્રા લક્ઝરી કાર એટલે કે, 2 કરોડથી વધુ કિંમતવાળી કારના વેચાણમાં 50 ટકાની તેજી આવી છે.

દેશમાં મોંઘી કારના વેચાણમાં મોટો ઉછાળો, અલ્ટ્રા લક્ઝરી કારના વેચાણમાં આવી 50% તેજી…
X

વિશ્વ મંદીના ભયથી હચમચી ગયું છે. પરંતુ ભારતીય રાજવીઓની સંપત્તિમાં કોઈ જ ઘટાડો દેખાઈ રહ્યો નથી. દેશમાં આ વર્ષે અલ્ટ્રા લક્ઝરી કાર એટલે કે, 2 કરોડથી વધુ કિંમતવાળી કારના વેચાણમાં 50 ટકાની તેજી આવી છે.

દેશમાં મોંઘી કાર વેચાણમાં હજુ સુધીનો સૌથી મોટો ઉછાળો છે. આ પહેલા 2018માં ભારતમાં સુપર લક્ઝરી કારના વેચાણમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. આ વખતે તે રેકોર્ડ પણ પાછળ છૂટી ગયો છે. આ વર્ષે દેશમાં 450 સુપર લક્ઝરી કારના વેચાણની આશા છે. ગત વર્ષે દેશમાં આ પ્રકારની 300 કારો વેચાઈ હતી. શમાં સુપર લક્ઝરી કાર બજારમાં ઈટલીની કંપની લેમ્બોર્ગિની અને બીજી વિદેશી કાર કંપનીઓનો દબદબો છે.

તેમાં બેન્ટલે, ફરારી, રોલ્સ રોયસ, એસ્ટન માર્ટિન, પોર્શ, અને મેબે સામેલ છે. ભારતમાં Lamborgini કારની કિંમત 4 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ભારતમાં કંપનીના પ્રમુખ શરદ અગ્રવાલનું કહેવું છે કે, પહેલા લોકો રૂપિયા બચાવવાના ચક્કરમાં રહેતા હતા, પરંતુ કોરોના મહામારી પછી તેમની આ ધારણા બદલાઈ ગઈ છે. આ વર્ષે દેશમાં 450 સુપર લક્ઝરી કારોનું વેચાણ થવાની શક્યતા છે. ગત વર્ષે દેશમાં 300 કારની વેચાણ થયું હતું.

આ પહેલા 2018માં સૌથી વધારે સુપર લક્ઝરી કારનું વેચાણ થયું હતુ, ત્યારે ભારતમાં 325 લક્ઝરી કાર વેચાઇ હતી. પરંતુ આ વખતે તે રેકોર્ડ પણ પાછળ રહી જશે. દેશમાં અમીર અને યુવાનો દુનિયાભરમાં લોન્ચ થઈ રહેલી કારો ને ચલાવવા માંગે છે. આ જ કારણ છે કે, ભારતમાં પોતાના લેટેસ્ટ મોડલ ઉતારી રહ્યા છે.

Next Story