Connect Gujarat
બિઝનેસ

CNGના ભાવમાં થયો ઘટાડો, અદાણીએ સીએનજીના 03.38 રૂપિયા ઘટાડ્યાં

દાણીએ સીએનજીના 03.38 રૂપિયા ઘટાડ્યાં

CNGના ભાવમાં થયો ઘટાડો, અદાણીએ સીએનજીના 03.38 રૂપિયા ઘટાડ્યાં
X

સીએનજીના વાહન ચાલકો માટે સારા સમાચાર છે. બહુ લાંબા સમય બાદ CNGના ભાવમાં ઘટાડો થયો છે. સીએનજીનો જૂનો ભાવ 83.90 હતો. જેમાં ઘટાડો થયો છે. અદાણીએ સીએનજીના 03.38 રૂપિયા ઘટાડ્યાં છે. અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 03.38 રૂપિયા ઘટાડ્યાં છે.પહેલા 87.38માં પ્રતિ કિલો મળતો હતો ભાવમાં ઘટાડો થતાં આ સીએનજી ગેસ હવે પ્રતિ કિલો 83.90 રૂપિયામાં મળશે.

સીએનજી સહિત તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાને પહોંચ્યા છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ સીએનજીનો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા સીએનજી વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. જો કે હવે અદાણીના ગેસમાં ભાવમાં ઘટાડો થતાં સીએનજી વાહન ચાલકોને પણ મોટી રાહત મળી છે.

Next Story