Connect Gujarat
બિઝનેસ

દિવાળીમાં રૂ.20, 50, 100ની નોટની માગ, બેન્કોમાં 500ની નોટનો ભરાવો

દિવાળીમાં રૂ.20, 50, 100ની નોટની માગ, બેન્કોમાં 500ની નોટનો ભરાવો
X

દિવાળીમાં બેન્કોમાં રૂ.20, 50 અને 100ની નવી નોટોની છે લોકોમાં ભારે માગ છે અને બેન્કોમાં પણ તે સરળતાથી ઉપલબ્ધ છે. બેન્કોમાં લોકો રૂ.500ની નોટો લેતા ડરી રહ્યા હોવાથી બેન્કોમાં તેનો ભરાવો થઈ ગયો છે. તેનું કારણ એ છે કે હાલમાં જ સરકારે રૂ.2000ની નોટ બંધ કરી દીધી છે.એટલું જ નહીં, બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓના મતે, હાલમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે લોકો રૂ.500ની નોટો બેન્કોમાં જમા કરાવીને રૂ.50 અને 100ના બંડલ લઈ જઈ રહ્યા છે.


વળી, બેન્કોમાં તે સરળતાથી મળી પણ રહ્યા છે. આ ઉપરાંત બેન્કોમાં રૂ. 200ની નોટો પણ પૂરતા પ્રમાણમાં છે.હાલ નાની મોટી કંપનીઓ અને અન્ય નાગરિકોમાં પણ આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.બેન્કોમાં પહેલા આ નોટો માટે પડાપડી થતી હતી પરંતુ હવે ધીમે ધીમે તેની માગ ઓછી થઈ રહી છે. હાલ બેન્કોમાં રૂ.10ની નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. નવા વર્ષે ઘરે આવનારા તેમજ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને બોનસ આપવા આ નોટોનો ઉપયોગ થઈ રહ્યો છે. ઘણા લોકોને જવું ન પડે તે માટે માર્કેટમાં કેટલાક એજન્ટો પાસેથી ઊંચું કમિશન ચૂકવીને પણ નવી નોટોના બંડલો લઈ રહ્યા છે.

Next Story