Connect Gujarat
બિઝનેસ

શું તમને ખબર છે કે આ પિન્ક, બ્લુ, વાઇટ, ગ્રે કોલર જોબનો અર્થ શું થાય છે? તો વાંચો સમગ્ર માહિતી..

શું તમને ખબર છે કે આ પિન્ક, બ્લુ, વાઇટ, ગ્રે કોલર જોબનો અર્થ શું થાય છે?  તો વાંચો સમગ્ર માહિતી..
X

શું તમે કયારેય સાંભડ્યુ છે કે કોઈ વ્યકતી બ્લૂ કોલર જોબ કરે છે, કોઈ વ્યકતી એમ કહે કે હું વાઇટ કોલર જોબ કરું છું. જો તમે ખાલી સાંભડ્યું જ હોય પરંતુ તેના અર્થની ના ખબર હોય તો આજે આમે તમને આના વિષે સંપૂર્ણ માહિતી જણાવીશું. જુદા જુદા સેકટરમાં જોબ કરતાં લોકો માટે અલગ અલગ કેટેગરી રાખવામા આવે છે.

બ્લુ કોલર જોબ

આ તે લોકો આવે છે જે દૈનિક વેતન પર કામ કરે છે. આવા વર્કરો શારીરિક શ્રમ કરે છે. જેમ કે વેલ્ડર, મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, માઇનિંગ, ખેડૂત, મિસ્ત્રી વગેરે બ્લુ કોલર જોબ કરે છે. બ્લુ કોલર જોબને લેબર પણ કહેવામા આવે છે. તમે નોટિસ કરશો કે બ્લુ કોલર વર્કરોએ બ્લૂ કોલરવાળી શર્ટ પહેરેલી હોય છે.

વાઇટ કોલર જોબ

આમાં એ લોકો આવે છે જે ઓફિસમાં બેસીને વર્ક કરે છે. આ કેટેગરીમાં સ્કીલ્ડ પ્રોફેશનલ કામ કરે છે. વાઇટ કોલર જોબ કરતાં લોકોને દર મહિને સેલેરી મળે છે. આ કેટેગરીમાં મોટા ભાગના લોકો શુટ અને ટાઈ વાળા હોય છે. કે જેમના શર્ટનો કલર વાઇટ હોય છે. આ લોકોએ શારીરિક મહેનત કરવી પડતી નથી. આમાં ૯ થી ૫ ના ટાઈમમાં નોકરી કરતાં હોય છે.

ગોલ્ડ કોલર જોબ

આ કેટેગરીમા વધુ કુશળ લોકો આવે છે. આવા લોકો જે કોઈ કંપનીને ચલાવવા માટેની મુખ્ય ભૂમિકા ભજવે છે. આ લોકોની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે. જેમ કે પાઇલોટ, વકીલ, ડોકટર, વૈજ્ઞાનિક વગેરે.

ઓપન કોલર જોબ

આ કેટેગરીમાં એવા લોકો આવે છે જે વર્ક ફ્રોમ હોમ કરે છે.આ લોકો ઓફિસ જતાં નથી પરંતુ ઘરેથી જ કોઈકના માટે કામ કરે છે. લોકડાઉન બાદ આ પ્રકારની જોબમાં વધારો થયો છે.

ગ્રે કોલર જોબ

આ કેટેગરીમાં એવાકોલો આવે છે કે જેને વાઇટ કે બ્લૂ કોલરમાં સામેલ કરવામાં નથી આવતા. આમાં મોટા ભાગના નિવૃતિ બાદ કામ કરતાં લોકો આ કેટેગરીમાં આવે છે. સિક્યુરિટી ગાર્ડ આ જોબની કેટેગરીમાં આવે છે.

ગ્રીન કોલર જોબ

આ કેટેગરીમાં એવા કોલો આવે છે જે સોલાર પેનલ, ગ્રીન પીસ કે એનર્જી શોર્ષ સાથે જોડાયેલા હોય અને તેની સાથે રહીને કામ કરે છે તે ગ્રીન કોલર જોબમાં આવે છે.

પિંક-કોલર જોબ

આ કેટેગરીમાં લાઈબ્રેરિયન અને રિસેપ્શનિસ્ટ જેવી નોકરી આવે છે. આ જોબ માટે ઘણી વખત મહિલાઓને હાયર કરવામાં આવે છે. આ સિવાય આ જોબ માટે સેલેરી પણ ખૂબ ઓછી આપવામાં આવે છે.

Next Story