સામાન્ય જનતા હવે ટામેટાના ભાવ ઘટવાની રાહ જોઈ રહી છે. આ સમયે ટામેટાના ભાવ ઘટવાને બદલે હજુ વધે તેવી શકયતાઓ વર્તાઇ રહી છે. વધતાં ભાવના કારણે હવે પ્રજા પણ પરેશાન થઈ રહી છે. ટામેટાં સિવાય અન્ય શાક પણ ખૂબ જ મોંઘા થઈ ગયા છે.
પરવળ, ભીંડા, કારેલા અને કેપ્સિકમ સહિત બધા જ શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. પરંતુ ટામેટાના ભાવ બધાને પરેશાન કરી રહ્યા છે. ટામેટાં અત્યારે 120 થી 150 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. પરંતુ સૌથી મોંઘા ટામેટાં દિલ્હીમાં છે અહી બુધવારે ઘણી જગ્યાએ 260 ના કિલો ટામેટાં વેચતા હતા. ટામેટાં ઉત્પાદક રાજ્યોમાં વરસાદને કારણે ટામેટાના ઉત્પાદકને અસર પહોચી છે. જેના કારણે ટમેટાની સપ્લાઈમાં ઘટાડો થયો છે.
બુધવારે દિલ્હી મંદીમાં માત્ર 6 ટ્રક જ ટામેટાં આવ્યા હતા અને તે માંગના માત્ર 15 ટકા જ હતા. આનો અર્થ એ થાય છે કે હજી પણ 85 ટકા ટમેટાની અછત છે. આવી સ્થિતિમાં ટમેટાની ઓછી ઉપલબ્ધતાના કારણે ભાવ વધી રહ્યા છે.