ગૌતમ અદાણી ફરી એકવાર દુનિયાના ટોપ ૨૦ ધનિકોમાં સામેલ

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી એક વખત વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

ગૌતમ અદાણી ફરી એકવાર દુનિયાના ટોપ ૨૦ ધનિકોમાં સામેલ
New Update

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી એક વખત વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ અનુસાર ગૌતમ અદાણી હવે આ લિસ્ટમાં 17માં સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની કુલ નેટવર્થ ની વાત કરીએ તો તેઓ 62.4 અબજ ડોલર સુધી પહોંચી ગયા છે અને હવે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં તેઓ 17માં સ્થાને પહોંચી ગયા છે.7 ફેબ્રુઆરી અદાણી ગ્રુપના શેર માં વધારો થયા બાદ અદાણીની સંપત્તિમાં કુલ 463.20 કરોડ ડોલરનો વધારો થયો હતો.આ પછી તે ફરી એકવાર ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.

મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 82.5 અબજ ડોલર છે. ફોર્બ્સની સૌથી ધનિક લોકોની યાદીમાં તેમને 11મું સ્થાન મળ્યું છે. ફોર્બ્સના રિયલ ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર, લુઇસ વિટન ના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 213.2 અબજ ડોલર છે. ટેસ્લા અને ટ્વિટરના માલિક એલન મસ્ક બીજા નંબર પર છે. તેમની કુલ સંપત્તિ 188.6 અબજ ડોલર છે. આ સાથે જ એમેઝોન ફાઉન્ડર જેફ બેઝોસ દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. ગૌતમ અદાણી એક સમયે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, પરંતુ અદાણી જૂથને કંપનીઓના શેરમાં ભારે ઘટાડાના કારણે, તેઓ ગયા અઠવાડિયે ટોપ -20 ધનિક લોકો ની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝ શેર બે સપ્તાહના ભારે ઘટાડા બાદ મંગળવારે 25% વધારે તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા છે. આ સિવાય અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી વિલ્મર લિમિટેડના શેરમાં પણ તેજી આવી છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Gautam Adani #Adani Group #Indian Businessman #top 20 richest people #Wealth Increase
Here are a few more articles:
Read the Next Article