/connect-gujarat/media/media_files/2025/04/28/H2EjuPx4oZTgae4o9SrB.jpg)
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગઈકાલે એટલે કે બુધવારના રોજ સોનાનો ભાવ 1,06,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. એવામાં આજનો ભાવ શું છે? ચાલો જાણીએ
વૈશ્વિક બજારોમાં વેપારીઓ દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે ગુરુવારે દિલ્હીમાં સોનાના ભાવ રેકોર્ડ લેવલથી 1,000 રૂપિયા ઘટીને 1,06,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું બુધવારે 1,07,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામના તેના ઓલ ટાઈમ હાઇ પર બંધ થયું હતું.
વધુમાં 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું ગુરુવારે 1,000 રૂપિયા ઘટીને 1,05,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, સોનું પાછલા બજાર સત્રમાં 1,06,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
રોકાણકારો દ્વારા ઊંચા લેવલે પ્રોફિટ બુકિંગને કારણે ચાંદી પણ તેના રેકોર્ડ સ્તરથી નીચે આવી ગઈ છે. ગુરુવારે ચાંદી 500 રૂપિયા ઘટીને 1,25,600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. પાછલા સત્રમાં ચાંદી 1,26,100 રૂપિયા પ્રતિ કિલોના તેના ઓલ ટાઈમ હાઇ લેવલે બંધ થઈ.
વિદેશી બજારમાં હાજર સોનાના ભાવ પણ ઘટ્યા હતા. કિંમતી ધાતુ $39.61 અથવા 1.10 ટકા ઘટીને $3,539.14 પ્રતિ ઔંસ થઈ ગઈ. બુધવારે તે ન્યૂ યોર્કમાં $3,578.80 પ્રતિ ઔંસના ઓલ ટાઈમ હાઇ લેવલને સ્પર્શી ગઈ.
તાજેતરના ઉછાળા પછી પ્રોફિટ બુકિંગ પર સોનાના ભાવ 1 ટકાથી વધુ ઘટ્યા હતા. કોટક સિક્યોરિટીઝના AVP કોમોડિટી રિસર્ચ કૈનાત ચૈનાનીએ જણાવ્યું હતું કે, જો ડેટા અપેક્ષા કરતા નબળા આવશે, તો આગામી મહિનાઓમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા વધી શકે છે. સ્પોટ સિલ્વર 0.70 ટકા ઘટીને $40.93 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
Business News | Gold and silver prices | Today Gold Price