/connect-gujarat/media/media_files/2025/04/08/buXeyHgGtHKEdzGvqtzA.jpg)
આજે એટલે કે 8મી એપ્રિલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹535 ઘટીને ₹88,550 થઈ ગઈ છે. અગાઉ 10 ગ્રામ સોનાની કિંમત 89,085 રૂપિયા હતી. એક કિલો ચાંદીની કિંમત ₹29 ઘટીને ₹90,363 પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ ચાંદીની કિંમત ₹90,392 પ્રતિ કિલો હતી. જ્યારે 28 માર્ચે ચાંદી ₹1,00,934 ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી અને 3 એપ્રિલે સોનુ ₹91,205 ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું.
માત્ર બે ટ્રેડિંગ દિવસોમાં સોનાની કિંમતમાં ₹2,464નો ઘટાડો થયો છે. ગયા સપ્તાહના અંતે સોનું ₹91,014 પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદીના ભાવમાં ₹2,547નો ઘટાડો થયો છે, જે ગયા સપ્તાહે ₹92,910 હતો.
4 મેટ્રો સિટીમાં સોનાનો ભાવ
દિલ્હી: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 82,400 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 89,880 રૂપિયા છે.
મુંબઈ: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 82,250 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 89,730 રૂપિયા છે.
કોલકાતા: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 82,250 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 89,730 રૂપિયા છે.
ચેન્નાઈ: 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 82,250 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 89,730 રૂપિયા છે.