ઘટી રહ્યો સોનાનો ભાવ, જાણો આજની 22 અને 24 કેરેટની કિંમત

29 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.

New Update
GOLD RATES

29 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 29 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,00,070 રૂપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 91,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આમ દિલ્હીમાં ગઈકાલની સરખામણીએ 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં કોઈ વધારો કે કોઈ ઘટાડો થયો નથી, અને આજે ભાવ સ્થિર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,590 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,920 રૂપિયા છે.

આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 91,640 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,970 રૂપિયા છે.

અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 29 જુલાઈના રોજ ચાંદી 1,15,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીમાં પણ આજે ના તો કોઈ વધારો નોંધાયો છે ના કોઈ ઘટાડો

બજાર વિશ્લેષકોના મતે, છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજના ભાવમાં થોડો વધારો થયો છે, નિષ્ણાતો કહે છે કે તે કામચલાઉ હોઈ શકે છે.

કેટલાક વિશ્લેષકો માને છે કે આગામી અઠવાડિયામાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જોકે, વૈશ્વિક બજારની સ્થિતિ, ડોલર સૂચકાંક, વ્યાજ દરો અને ભૂ-રાજકીય ઘટનાઓ ભાવને અસર કરતી રહેશે, જેના કારણે અસ્થિરતા ચાલુ રહી શકે છે.

 

Business News | Today Gold Price | Gold and silver prices

Latest Stories