સોનાના સહિત ચાંદીના ભાવમાં સાપ્તાહિક ઘટાડો, જાણો આજના 22 અને 24 કેરેટના ભાવ

22 કેરેટ સોનામાં ₹1,160નો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મજબૂત યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વની 'વેટ એન્ડ વોચ' નીતિના કારણે સોનાની માંગ નબળી પડી છે.

New Update
gold

ગત અઠવાડિયામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,170 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે, જે અગાઉની તુલનામાં ₹980 ઓછો છે.

જ્યારે 22 કેરેટ સોનામાં ₹1,160નો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, મજબૂત યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વની 'વેટ એન્ડ વોચ' નીતિના કારણે સોનાની માંગ નબળી પડી છે.

મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,11,850 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટનો ભાવ ₹1,22,020 નોંધાયો છે. ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,11,900 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,22,070 પ્રતિ 10 ગ્રામ છે.

સોનાની તુલનામાં ચાંદીમાં તેજી જોવા મળી છે. એક અઠવાડિયામાં ચાંદી ₹500 પ્રતિ કિલો વધી છે, 9 નવેમ્બર સુધીમાં ચાંદીનો ભાવ ₹1,52,500 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ $48.48 પ્રતિ ઔંસ છે, જ્યારે સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ $3,996.93 પ્રતિ ઔંસ નોંધાયો છે.

બેન્કિંગ અને ફાઇનાન્સ વિશ્લેષકો માને છે કે સોનાની લાંબા ગાળાની તેજી હજુ બાકી છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનાનો ભાવ $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે, જ્યારે ANZ અનુસાર આવતા વર્ષના મધ્ય સુધીમાં તે $4,600 પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. DSP મેરિલ લિંચ પણ માને છે કે સોનાના તેજીચક્રનો અંત હજુ આવ્યો નથી.

Latest Stories